ભણતર સાથે ગણતર મેળવવા અભ્યાસ સાથે કામ કરવાનો નવો ટ્રેન્ડ

 દૂનિયાના અલગ અલગ લોકોને તમે મળી શકો છો સ્કુલ અને ઘટના પ્રોટેકટેક વાતાવરણમાંથી બહાર આવી શકશો. અલગ અલગ પ્રકારના લોકોને મળવાની કોમ્યુનિકેશન સ્કીલ વિકરે છે તેમજ વધુને વધુ લોકો ઓળખતા થાય છે.
ક્ષ ભણવા સાથે જ્યારે તમે જોબ કરો છો ત્યારે ફકત પૈસાને ધ્યાનમાં રાખીને જોબને તમારા વિષયને ધ્યાનમાં લઇને જોબ સિલેકટ કરો જેમ કે તમારો વિષય પ્રોગ્રામિંગ છે તો પ્રોગ્રામિંગ શીખવતી કંપનીમાં જોબ કે ઇન્ટર્નશીપ કરી શકો છો જે બનવુ છે તેનો અનુભવ મળશે તો ભવિષ્યમાં ખુબ કામ લાગશે.
ક્ષ તમારો કોર્સ ચાર કે પાંચ વર્ષનો હોય અને આ સમય દરમિયાન તમે કામ કરેલું હોય તો તમારા અનુભવુ વધશે અને બીજા વિદ્યાર્થીઓની સરખામણીમાં તમને જોબની તક તથા સારા પેકેજનો લાભ મળવાની શક્યતા વધુ છે.
ક્ષ અહીં વાત ફકત જોબ કરવી જ જ‚રી નથી તમે કોઇપણ ક્રિએટીવ કાર્ય પણ કરી શકો છો. હાલ યુવાનોને સ્ટાર્ટઅપ દ્વારા નવી તક મળે છે. આ બધા દ્વારા યંગ એન્ટરપ્રીન્યોર પણ બની શકો છો.
ક્ષ તમારા જે કંઇ નવો વિચાર છે તેને અમલમાં મૂકી શકો છો. આજકાલ સ્ટાર્ટઅપ દ્વારા અનેક નવા યુવાનો આ રીતે જ સફળ બિઝનેસમેન બની શક્યા છે. આવા અનેક ગ્રૃપ પણ હોય છે જેનો તમે હિસ્સો બની શકો છો.
ક્ષ તમે બહાર કામ કરશો એટલે જવાબદારીપણ વધશે. આમાં દરેક પ્રકારની જવાબદારી લેતા તમારે શીખવું પડશે. જેમાં તમારી પોતાની પરિવારની આર્થિક જવાબદારી અને સમાજ સાથે રાષ્ટ્રની જવાબદારી પણ તમારે લેતા શીખવું પડશે.
ક્ષ કામની શ‚આતમાં કંટાળો આવશે પણ તમારે કામમાં નિયમિતતા સમયસુચકતાનું પણ ધ્યાન રાખવું પડશે. જો આવા ગુણો તમે તમારી અંદર કેળવશો તો સફળ થતા તમને કોઇ રોકી નહી શકે.
ક્ષ અહીં વાત ફકત પૈસાની નિયમિતતા કે ફકત કામની નથી પરંતુ આની સાથે માનવતા ગુણો પણ વિકસે છે. ઓફિસના સહકર્મી સાથે મિત્રતાથી રહેવુ, તેને મદદ કરવી, કે પણ ઉપરી અધિકારી સાથે નમ્રતાથી વર્તવુ આવા ગુણો પણ ધીમે ધીમે કેળવાય છે.
આ બધા અનુભવો તમારામાં નિર્ણયશકિત પણ ખીલશે. જેથી કોઇ પણ સંજોગોમાં તમે યોગ્ય નિર્ણય લઇ શકશો.