સુ.નગરમાં અજઈં વતી લાંચ લેતા કોન્સ્ટેબલ પકડાયો

રાજકોટ તા.૭
પોલીસતંત્રમાં પ્રવર્તી રહેલી લાંચીયાવૃતિને ડામવા થોડા સમયથી એન્ટી કરપ્શન બ્યુરોએ સક્રીયતા દાખવી છે, જે અન્વયે ગત સાંજે સુરેન્દ્રનગરમાં એક એએસઆઇ વતી લાંચ લેતો કોન્સ્ટેબલ રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આ છટકુ સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં જ પાર પાડયું હતું.
પ્રાપ્ત વિગત મુજબ પંદરેક દિવસ પહેલા એક શખ્સ સડેલા ગોળ સાથે પકડાયો હોવાથી તેના પર પ્રોહિબિશનનો કેસ ન કરવાના અવેજ પેટે સંબંધિત પોલીસ કર્મચારી એ ડીવીઝન એએસઆઇ બળવંતસિંહ હેમુભાએ ‚ા.૧પ હજારની લાંચની માગણી કરી હતી. જેમાં રકઝકના અંતે ‚ા.૧૦ હજાર આપવાનું નક્કી થયું હતું. ગઇકાલે એએસઆઇ બળવંતસિંહે એ શખ્સને ફોન કરીને સાંજે અનાર્મ કોન્સ્ટેબલે લાલજી લક્ષ્મણભાઇને લાંચની રકમ આપી જવાનું કહ્યું હતું. પૈસા આપવા ન માગતા હોવાથી એ ઇસમે એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એ.પી.જાડેજાના સુપરવિઝન હેઠળ સુરેન્દ્રનગર એસીબી ઇન્સ્પેકટર એમ.બી.જાનીએ ટ્રેપ ગોઠવી હતી. સાંજે એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમાં ફરીયાદીએ કોન્સ્ટેબલ લાલજીને ‚ા.૧૦ હજાર આપતા તેણે એએસઆઇ વતી સ્વીકાર્યા કે તરત જ એસીબી ટીમે તેને પકડી લીધો હતો અને ‚ા.૧૦ હજાર રીકવર કર્યા હતા.