વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે સર્વાંગી વિકાસની ખેવના: શ્રી વિનોબા ભાવે પ્રા.શાળા નં.93

છેલ્લા થોડા સમયથી શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી નો વિવાદ ખુબ જ ચગ્યો છે. શાળા દ્વારા લેવાતી તોતીંગ ફીના કારણે વાલીઓ પણ પરેશાન છે. શાળા સંચાલકો વિદ્યાર્થીને અપાતી સગવડતા વિશે વાત કરીને ફી ને યોગ્ય ઠરાવવાનો પ્રયત્ન કરે છે. તો સામા પક્ષે મોંઘવારીમાં સંતાનોની મોટી ફી વાલીઓને પરેશાન કરી રહી છે. ખાનગી શાળાની સંખ્યા જેમ જેમ વધતી ગઇ તેમ તેમ ફીનો પ્રશ્ર્ન પણ વધુને વધુ ગુચવાતો ગયો અને સરકારી શાળાઓ કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ધરી રહી છે. પોતાની કેપેસીટી ન હોય તો પણ વાલીઓ સરકારી શાળામાં મુકવાને બદલે ખાનગી શાળામાં મુકવા લાગ્યા છે. આવા સમયે એક એવી શાળા કે જ્યાં વિદ્યાર્થીઓને અનેક પ્રવૃતિ કરાવવામાં આવે છે તેમજ આધુનિક સુવિધા સાથે વિદ્યાર્થીઓને વૃક્ષારોપણ, સ્વનિર્ભર, વ્યસનમુકિત, સ્વાસ્થ્ય જાગૃતિના પણ અનેક પાઠ ભણાવવામાં આવે છે. આ શાળા છે શ્રી વિનોબા ભાવે પ્રા.શાળા નં.93.
આ શાળામાં બાળકનો સર્વાંગી વિકાસ થાય એ રીતે પ્રવૃતિ કરાવવામાં આવે છે.
શાળામાં દર માસે એક મોટીવેશનલ સ્પીકરને બોલાવવામાં આવે છે. પોતાના ક્ષેત્રમાં સફળ થયેલ વ્યકિત જેના ઉદ્યોગપતિ કવિ, લેખક, અને ડોકટર, વકીલ કે કોઇપણ સફળ વ્યકિત શાળામાં આવી તેમની સફળતાની ગાથાની વાત કરે છે. વિદ્યાર્થીઓ તેની નોંધપોથીમાં નોંધ રાખે છે. આને કારણે વિદ્યાર્થીઓમાં હકારાત્મક વલણ આવે છે. વિદ્યાર્થીઓને પ્રેરણા મળે છે. વિચાર ભાગ્યનું બીજુ નામ છે. વિદ્યાર્થીઓ જેવા વિચારો કરશે તેવું તેમનું ભવિષ્ય બનશે.
શાળાઓનાં આચાર્ય વનીતાબેન રાઠોડે બાળકોની મદદ દ્વારા નવથી વધુ ડોકયુમેન્ટરી શોર્ટ ફીલ્મ બનાવી છે. જેમાં ર01પ માં સાચો સહારો ફિલ્મ ગુજરાતની શ્રેષ્ઠ બાળફિલમમાં સ્થાન પામી તથા આ વર્ષે "પુણ્ય ફિલ્મ એનસીઇઆરટીમાં સ્ક્રીનીંગમાં સ્થાન પામી.
શાળામાં છેલ્લા છ વર્ષથી એચ.ર1ર આચાર્ય વનીતાબેન દ્વારા શાળામાં દરરોજ કંઇક ને કંઇક નવીનતમ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવે છે. શાળામાં વિશેષ દિનની ઇનોવેટીવ ઉજવણી કરવામાં આવે છે.
આ વર્ષે લોકોએ ધોરણ-1માં આરટીઇ દ્વારા ખાનગીમાં પ્રવેશ મેળવવા દોટ મુકી ત્યારે શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળામાં આ વર્ષે 60 થી વધુ નવા પ્રવેશ આસપાસની ખાનગી શાળામાંથી થયેલ છે.
શાળામાં છ વર્ષમાં 17 લાખથી વધુની ભેટ, સોગાતો તથા લોક સહયોગ સાંપડયો છે. શાળામાં સબમર્શીબલ પ્લાન્ટ, ગ્રીન બોર્ડ, સેનેટરીપેડનું વેન્ડીંગ મશીન, ઇન્સીલીરેટર, મશીન, ફર્નીચર તમામ બાળકોને બેશન ડાયરી, સ્ટેશનરી કીટ, સ્કુલબેગ તથા પ્રસંગોપાત ભેટ સોગાતો મળતી રહે છે.
શાળામાં બાળકોનાં જન્મદિવસ પર બાળકો શાળાને ચોકલેટને બદલે શાળા લાયબ્રેરીને પુસ્તકની ભેટ આપે છે. શાળામાં શિક્ષકો પણ શાળાને તેમના જન્મદિવસ પર ઓછામાં ઓછા 10 પુસ્તકની ભેટ આપે છે. આમ શાળા લાયબ્રેરી સધ્ધર બનાવવામાં આવી છે. શાળામાં હાલ 700 બાળકો છે ર0 શિક્ષકો છે.
શાળાની આ પ્રવૃતિને કારણે દાતાશ્રીઓ તથા આસપાસની વિસ્તારનાં લોકો પણ શાળા લાયબ્રેરીને પુસ્તકોની ભેટ આપે છે. આ ઉપરાંત દર મહિનાની શરૂઆતમાં દરેક વર્ગ શિક્ષક શાળા લાયબ્રેરીમાંથી પોતાના વર્ગની સંખ્યા જેટલી પુસ્તકો લઇ એક મહિનો પોતાના વર્ગમાં બાળકો આપે છે તથા રોટેશનમાં આખા વર્ગ પાસે એ તમામ પુસ્તકો પહોચી જાય છે. પુસ્તકો વાંચ્યા બાદ બાળકો પ્રાર્થનાસભામાં પોતે વાંચેલ પુસ્તકનો સાર રજુ કરે છે.
શાળામાં તમામ બાળકોનાં આરોગ્યની જાળવણી કરવામાં આવે છે જે અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી તમામ બાળકોની આંખો તપાસ કરવામાં આવે છે. તે માટે સિવિલ હોસ્પીટલનાં ડોકટરોને શાળામાં બોલાવવામાં આવે છે તથા જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને મફતમાં ચશ્મા અને બીજી યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે છે.
શાળાનાં મેદાનમાં મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. શાળાનાં આચાર્ય વનીતાબેન રાઠોડનો સંકલ્પ છે કે 1પ મી જુનથી 1પ ઓકટોબર રોજનાં છ વૃક્ષ વાવ્યા બાદ જ પાણી પીવું એમના આ વ્રતનાં કારણે તેઓએ શાળાની ફરતે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરેલ છે.
શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ અંતર્ગત વેસ્ટ પ્લાસ્ટીક બોટલમાં, ગરબામાં, લીલા નાળીયેર, પીવીસી પાઇપ, એલ્બા, જોઇન્સ, પ્લાસ્ટીકનાં ડબ્બા, ટાયરમાં વૃક્ષારોપણ કરેલ છે. શાળામાં ઔષધીબાગનું નિર્માણ કરેલ છે. શાળામાં વાતાવરણને હરીયાળુ બનાવેલું છે.
શાળામાં ગ્રીન શેડ બનાવવાનું આયોજન પણ કરવામાં આવેલ છે.
શાળામાં વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે વ્યસનમુકિતનું કાર્ય પણ કરવામાં આવે છે. જેના કારણે ઘણા વાલીઓએ વ્યસનમુકિત કરવા સંકલ્પ કરેલ છે.
શાળાના આચાર્યને ત્રણ વર્ષથી રાજ્યકક્ષાનાં ઇનોવેટીવ ટીચરનો એવોર્ડ મળેલ છે. એ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન પ્રાપ્ત થયેલ છે. શાળામાં છેલ્લા છ વર્ષથી એચ.ર1ર આચાર્ય વનીતાબેન દ્વારા શાળામાં દરરોજ કંઇક ને કંઇક નવીનતમ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવે છે શાળામાં બાળકોનાં જન્મદિવસ પર બાળકો શાળાને ચોકલેટને બદલે શાળા લાયબ્રેરીને પુસ્તકની ભેટ આપે છે શાળામાં તમામ બાળકોનાં આરોગ્યની જાળવણી કરવામાં આવે છે જે અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષથી તમામ બાળકોની આંખો તપાસ કરવામાં આવે છે શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ અંતર્ગત વેસ્ટ પ્લાસ્ટીક બોટલમાં, ગરબામાં, લીલા નાળીયેર, પીવીસી પાઇપ, એલ્બા, જોઇન્સ, પ્લાસ્ટીકનાં ડબ્બા, ટાયરમાં વૃક્ષારોપણ કરેલ છે. શાળામાં ઔષધીબાગનું નિર્માણ કરેલ છે