બાળ ઉછેરનું પ્રથમ પગલુ: બાળકના સ્વતંત્ર અસ્તિત્વનો સ્વીકાર

એમના મા સાહસિકતાનો ગુણ વિકસે એવું ઈચ્છતા હોય તો એમને સ્વતંત્રતા આપો. એમના નાના મોટા નિર્ણયો એમને લેવા દેવાથી એમની નિર્ણય શક્તિ વિકસે છે ખુબ કાળજી પણ નુકસાન કરે છે. બાળકને રોજ વાતો કહેવાય તો એમની કલ્પના શક્તિ વિકસે છે વડીલોના આશીર્વાદ, મિત્રો અને સ્નેહીજનોના સાથ, સહકારથી પેરન્ટીંગને લગતા વિષયો પર મારમા કાઉન્સીલર તરીકે વર્ષોના અનુભવના આધારે આ કોલમના આરંભમાં બાળ ઉછેર અને વાલીઓને મુંઝવતા પ્રશ્ર્નોની ચર્ચા કરીશું.
બાળ ઉછેર માટેની કોઇ એક પધ્ધતિ નથી. તમારા ઘરનું વાતાવરણ, તમારી સામાજીક અને આર્થિક સ્થિતિ, ઘરના સભ્યો અને મિત્રો આ બધા મહત્વના પરિબળો છે. આ એક એવી સફર છે જેમાં એક સીધો રસ્તો નથી. સમયાંતરે તેમાં ફેરફાર આવશ્યક છે.
બાળકના આગમનની સાથે જ માતા પિતાનો પણ જન્મ થયો ગણાય. દરેક વ્યક્તિ પોતાની હેસિયત પ્રમાણે કે કયારેક એનાથી પણ વધુ પોતાના સંતાનો માટે સપના સેવે છે. પોતાના લાડકવાયાને તે દુનિયાની દરેક તકલીફોની દુર રાખવા પ્રયત્ન કરે છે. એમાં કંઇ ખોટુ પણ નથી. પરંતુ ઘણી વખત આપણે જિંદગીમાં જે નથી મેળવી શકતા એ આપણે આપણા સંતાન પાસે ઈચ્છીએ છીએ. બાળ ઉછેરમાં સૌથી મહત્વનું છે કે તમારા બાળક ના સ્વતંત્ર અસ્તિત્વને સ્વિકારો, એને જાણો અને સમજવાની કોશીષ કરો. આજના સંતાનોની સૌથી મોટી ફરિયાદ છે કે તેમને કોઇ સમજતુ નથી અને સામે પક્ષે વાલીઓને પણ થતું હોય છે કે બાળક તેમને ગણકારતા નથી. બને વચ્ચે એક સમજણ પૂર્વકનો સંવાદ અને એક બીજાનો આદર અગત્યના છે.
બાળકને શિસ્ત અને સભ્યતા શિખવવાનો સરળ રસ્તો છે તમારું અનુકરણ બાળક તમારા અન્ય સાથેના વર્તનને જ અનુસરશે એમના મા સાહસિકતાનો ગુણ વિકસે એવું ઈચ્છતા હોય તો એમને સ્વતંત્રતા આપો. એમના નાના મોટા નિર્ણયો એમને લેવા દેવા થી એમની નિર્ણય શક્તિ વિકસે છે ખુબ કાળજી પણ નુકસાન કરે છે. બાળકને રોજ વાતો કહેવાય તો એમની કલ્પના શક્તિ પણ વિકસે છે. તમારા જિગરના ટુકડાની તુલના અન્ય સાથે કરવાની જરૂર છે? બાળકની સારસંભાળમાં કોઇ કમી નથી રાખવી પણ આપણે એ ખાસ ધ્યાન રાખવું પડે કે આપણી કાળજી બાળકના વિકાસને રુંધી ના નાખે.
બાળકને કઇ ભાષામાં ભણાવવા અને કઇ શાળામાં ભણાવવા એ માટે દેખા દેખી ના કરતા તમારા ઘરના વાતાવરણ અને ખુદનું ભણતર ધ્યાનમાં રાખવું. એમના પર તમારા નિર્ણયોને થોપવા નહીં. બાળક તમારી ઈચ્છાપૂર્તિ કરવા માટે નથી એ વાત સમજાવવામાં આવે તો ઘણી સમસ્યાઓ હલ કરી શકાય.
આપણે હંમેશા કહીએ છીએ કે જનરેશન ગેપ હતો અને રહેશે. તમારી અને તમારા વાલી વચ્ચે પણ હતો. સમયની સાથે બદલાવ જરૂરી છે. એ પરિવર્તનનો સ્વીકાર અને તેમાંથી કંઇક નવું શીખીએ તો આ ગેપને ઓછો કરી શકાય. બાળક સાથે તાલ મીલાવવા માટે તમારે આજની ટેકનોલોજી શીખવી પડશે. આપણા કરતા એમના પાસે આ બાબતનું જ્ઞાન વધુ હોય એ સ્વભાવિક છે. તેમની સાથે ક્વોલીટી સમય પસાર કરો. મેં ઉપર કહ્યું તેમ પેરન્ટીંગ એ એક જવાબદારી છે જે કયારે પણ પૂર્ણ નથી થતી. બાળ ઉછેર એકોઇ સ્પર્ધા નથી. કોઇ માટે એક વાત સારી કે ખરાબ હોતી નથી. આપણો જોવાના નજરીયા પર એનો આધાર રાખે છે. બાળઉછેરની આ સુહાની સફરમાં પરવરીશના માધ્યમ દ્વારા આપણે એ સફરનો આનંદ ઉઠાવીશું.
આ કોલમમાં આપ સર્વે આપના પ્રતિભાવ અને તમારી સમસ્યા પૂછી શકો છો. આવતા અંકે એક નવા વિચાર સાથે ફરી મળીશું. આપના પ્રતિભાવો મને નીચે આપેલા મેઈલ એડ્રેસ પર ઈમેઈલ કરો. ત્યા સુધી હેપી પેરન્ટીંગ. આજના સંતાનોની સૌથી મોટી ફરિયાદ છે કે તેમને કોઇ સમજતુ નથી અને સામે પક્ષે વાલીઓને પણ થતું હોય છે કે બાળક
તેમને ગણાકારતા નથી બાળકને શિસ્ત અને સભ્યતા શિખવવાનો સરળ રસ્તો છે તમારું અનુકરણ બાળક તમારા અન્ય સાથેના વર્તનને જ અનુસરશે
parentingenjoy@gmail.com