દારૂના આરોપી વૃદ્ધનું કુતિયાણા પોલીસ મથકના લોકઅપમાં મોત


પોરબંદર તા.7
કુતિયાણા પોલીસ સ્ટેશનના લોકઅપમાં પ્રોહીબીશનના આરોપીનું મોત નિપજયાનો બનાવ નોંધાયો છે.
મહીયારી ગામના માલદે રામા મકડીયા ઉ.વ. 7ર ને પ્રોહીબીશનના ગુન્હા અનુસંધાને કુતિયાણા પોલીસે પકડયો હતો. તે પીધેલો હોવાથી તેની અટકાયત કરવામાં આવી હતી અને આ દારૂ તેણે બાંટવા ગામે અજાણ્યા શખ્સ પાસેથી લઇને પીધો હોવાની કબુલાત કરી હતી આથી રાત્રીના તેને પોલીસ સ્ટેશનના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાનમાં સવારે જયારે તે ઉઠયો નહીં ત્યારે તેની સાથે રહેલા અન્ય આરોપીએ જગાડવાની કોશીષ કરતા તે ઉઠયો ન હતો તેથી પી.એસ.ઓ.ને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ તપાસ કરવામાં આવતા તે મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યૂ ંહતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હાર્ટએટેકના કારણે તેનું મોત નિપજયું હોવું જોઇએ. આમ છતાં કસ્ટડીમાં ડેથ થયું હોવાથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડબલ પેનલ ડોકટરોની જરૂરીયાત હોવાથી જામનગર લઇ જવાયો છે. વધુ તપાસ પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ હાથ ધરાશે.