વઢવાણમાં બે જૂથ વચ્ચે અથડામણ, વાહનોમાં આગચંપી, પોલીસ અંધારામાં

વઢવાણ,તા.૬
વઢવાણમાં ગત મોડી રાત્રે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા અફડાતફડી મચી જવા પામી હતી. બન્ને જૂથોના લોકોએ કલાકો સુધી ધમાલ મચાવ્યા બાદ એક કારમાં આગ ચાંપી દેવાતા ભડ ભડ સળગી ઉઠી હતી. ચોંકાવનારી વાત એ છે કે સરાજાહેર થયેલી આ બઘડાટીની જાણ પોલીસને નથી. ફાયરબ્રિગેડ સહિતનાં કાફલાએ આગ બુજાવી હતી છતાં પોલીસ હજુ અજાણ છે.
ગતમોડી રાતના જોરાવરનગર રેલવે અન્ડર બ્રીજ પાસે ભરાતી રાત્રે ખાણીપીણીની બજારમાં ગમે તે કારણે બે જુથ વચ્ચે અથડામણ થતા નાસભાગ મચી ગયેલ દરમ્યાન ત્યાં પડેલ સ્વીફ્ટ કારને કોઇએ ગમે તે રીતે આગ ચાંપતા કાર ભડભડ બળવા લાગતા કોઇએ સુરેન્દ્રનગર ફાયરબ્રીગેડને જાણ કરતા છત્રપાલસિંહ, અનિ‚દ્ધસિંહ વિગેરે ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે જઇ આગ બુઝાવેલ જ્યારે જોરાવરનગર પોલીસે આવી કોઇ ફરીયાદ અમારી પાસે આવેલ નથી.