યુએસ અને ચીન વચ્ચે ટ્રેડ વોર પરાકાષ્ટાએ

વોશિગ્ટન,તા.૬
અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડ વોરનો ખતરો હકીકતમાં બદલાની સાથે વિશ્વ અર્થવ્યવસ્થા માટે સંકટ પેદા થઈ ગયું છે. અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૩૪ અરબ ડોલરની ચીની આયાત પર ટેરિફ લગાવીને ગ્લોબલ ટ્રેડ વોરમાં અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લીધો છે. તે પોતાના ચૂંટણી વાયદાઓને પુરા કરી ભલે સમર્થકોને સંતૃષ્ટ કરવા માંગતા હોય પરંતું તેની અસર એશિયાના શેર બજારોની સાથે પુરી દુનિયાની અર્થવ્યવસ્થામાં જોવા મળી શકે છે.
ટ્રમ્પે પત્રકારોને જણાવ્યું કે, વોશ્ગિટનમાં અડધી રાતથી ચીની સામાનો પર શુલ્ક લાગૂ થઈ જશે. તે સમયે પેઈચિંગમાં શુક્રવારે બપોર હશે. આટલું જ નહીં, અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે, આગામી બે અઠવાડિયામાં ૧૬ અરબ ડોલરના અન્ય વસ્તુઓ ઉપર પણ ટેરિફ લગાવવામાં આવશે. આગળ આ આંકડો ૫૫૦ અરબ ડોલર સુધી પહોંચી શકે છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, વોશ્ગિટનમાં શુક્રવારે રાત્રે ૧૨.૦૨ વાગે અમેરિકી કસ્ટમ અધિકારી ચીનમાંથી આયાત થનાર સામાનો પર ૨૫ ટકા ટેરિફ વસૂલશે. ચીની માલ સમાનમાં ખેતીના સાધનોથી લઈને સેમીકંડક્ટર અને એરોપ્લેનના વિવિધ ભાગો સુધીનો સમાવશે થાય છે. પહેલી વખત અમેરિકાએ ચીની માલ સમાનો પર સીધી રીતે જકાત લગાવી છે. અગાઉ ટ્રમ્પે આરોપ લગાવ્યો હતો કે, ચીન અમેરિકાની સાથે અયોગ્ય રીકે વેપાર કરી રહ્યું છે, જેનાથી અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે.
દુનિયાભરની કંપનીઓ અને ગ્રાહકો અમેરિકા રાષ્ટ્રપતિના આ નિર્ણયથી પ્રભાવિત થઈ શકે છે, કારણ કે, ચીને અમેરિકી માલ-સામાનો પર જોરદાર જકાત લગાવવાની વાત કહી છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર હાલમાં અમેરિકા દ્વારા જકાત લગાવ્યા બાદ યૂરોપીય યૂનિયન અને કેનેડાએ કડક પ્રતિક્રિયા આપી હતી. અમેરિકાના દિગ્ગજ કંપની હાર્લી ડેવિડસનને પણ આ નિર્ણયથી મોટું નુકસાન થઈ શકે છે. મોટરસાઈકલ બનાવનાર આ કંપનીએ કહ્યું કે, તે બાઈક્સ પર ઇયુ જકાતથી બચવા પ્રોડક્શન અમેરિકાથી બહાર કરી શકે છે.