મેડિકલ-ડેન્ટલમાં પ્રથમ રાઉન્ડની બેઠકો ભરાઇ: સરકારી કોલેજોમાં મેરિટ ઘટ્યું

આયુર્વેદ, હોમિયોપેથીની કોલેજોની મંજૂરી બાકી હોવાથી પ્રવેશ હવે પછી ઘર નજીક અભ્યાસ અને બોંડની ભાંજગડ નહીં એ બે કારણોસર ખાનગી કોલેજોનું મેરિટ ઊંચકાયું!
 સરકારી કોલેજોમાં કેટલા રેન્ક પર પ્રવેશ અટક્યો
રાજકોટ,તા.6
મેડિકલ અને ડેન્ટલની તમામ બેઠકમાં પ્રવેશ અપાઇ ગયો છે, જેમાં મોક રાઉન્ડ કરતા પ્રથમ રાઉન્ડમાં સરકારી કોલેજોની બેઠકોમાં મેરિટ નીચુ ગયુ છે. જ્યારે ખાનગી કોલેજોમાં મેરીટ સ્હેજ ઉંચકાયું છે. હવે 15મી પછી બીજો રાઉન્ડ થશે. મેડિકલ-ડેન્ટલમાં મોક રાઉન્ડ બાદ આજે ફાઈનલ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ કરવામા આવ્યુ છે.જેમાં જનરલ ક્વોટા સાથે મેનેજેન્ટ ક્વોટાની પણ તમામ બેઠકો ભરાઈ ગઈ છે.જો કે મોક રાઉન્ડની સરખામણીએ પ્રથમ રાઉન્ડના એલોટમેન્ટમાં સરકારી કોલેજોની બેઠકોમાં મેરિટ નીચુ ગયુ છે અને ખાનગી કોલેજોનું મેરિટ ઊંચુ ગયુ છે.
મેડિકલ,ડેન્ટલ અને આયુર્વેદિક,હોમિયોપેથી તથા નેચરોપેથી સહિતની નીટ આધારીત પાંચ બ્રાંચમાં પ્રવેશ માટે પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ જાહેર કરાયેલા મેરિટમાં 20557 વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો હતો. હાલ આયુર્વેદિક,હોમિયોપેથીની તમામ કોલેજોની મંજુરી ન આવી હોઈ હાલ મેડિકલ અને ડેન્ટલ માટે જ ઓનલાઈન પ્રવેશ ફાળવણી કરવામા આવી છે. જેમાં મોક રાઉન્ડ બાદ આજે પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરવામા આવ્યુ છે. જેમાં મેડિકલમાં 3850 બેઠકોમાથી ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકો બાદ કરતા બાકીની બેઠકો પર અને ડેન્ટલની 1155 બેઠકોમાથી ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકો બાદ કરતા બાકીની બેઠકો પર સીટ એલોટમેન્ટ કરવામા આવ્યુ છે. પ્રથમ રાઉન્ડની સીટ એલોટમેન્ટ એક પણ બેઠક ખાલી રહી નથી.સરકારી કોલેજોની તમામ બેઠકો ઉપરાંત ખાનગી કોલેજોની જનરલ ક્વોટાની અને મેનેજમેન્ટ ક્વોટાની તથા એનઆરઆઈ ક્વોટાની બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે.
મહત્વનું છે કે મોક રાઉન્ડમાં અમદાવાદની બી.જે મેડિકલ કોલેજમાં 155 રેનક્ પર પ્રવેશ અટક્યો હતો જ્યારે ફાઈનલ રાઉન્ડમાં 158 રેન્ક પર પ્રવેશ અટક્યો છે.
ખાનગી કોલેજોમાં જનરલ ક્વોટામા મોક રાઉન્ડમાં 2168 રેન્ક પર પ્રવેશ અટક્યો હતો જે ફાઈનલ રાઉન્ડમાં 2167 રેન્ક પર અટક્યો છે. સરકારી કોલેજોમાં મોક રાઉન્ડ કરતા ફાઈનલમાં ઓછા મેરિટ રેન્ક પર પ્રવેશ અટકવા પાછળનું કારણ એ છે કે વિદ્યાર્થીઓએ પોતાના શહેરમાં કે ઘરની નજીક ખાનગી કોલેજમાં પ્રવેશ લેવાનું પસંદ કર્યુ છે.
ઉપરાંત હવે ખાનગી કોલેજની કુલ ફીમાં 50 ટકા ફી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનમાંથી મળે છે ઉપરાંત સરકારીમાં જો પ્રવેશ લે તો સરકારનો બોન્ડ સાઈન કરવો પડે છે. પ્રવેશ ફાળવણી બાદ હવે વિદ્યાર્થીએ મળેલ બેઠકમાં પ્રવેશ ક્ધફર્મ કરવા માટે 11મી સુધી બેંક ફી ભરી અને હેલ્પ સેન્ટર પર રીપોર્ટિંગ કરવાનું રહેશે જ્યારે 12મી સુધી કોલેજમાં જોઈનિંગ લેવાનુ રહેશે. 15મી બાદ હવે રીશફલિંગ કમ બીજો રાઉન્ડ
શરૂ કરાશે. કોલેજ ફાઈનલ રાઉન્ડ મોક રાઉન્ડ
અમદાવાદ 158 155
વડોદરા 345 327
રાજકોટ 511 506
સુરત 517 486
જામગનર 702 665
ભાવનગર 748 699