જૂનાગઢમાં મુસ્લિમ સમાજના 20 મા વાર્ષિક ઉર્ષ શરીફની શાનદાર ઉજવણી

જુનાગઢ, તા. 12
જુનાગઢ ખાનકાહે રઝવિય્યાહ નૂરિય્યાહ તરફથી તા.9-7 સોમવારે સૌરાષ્ટ્રના મશહુર બુઝુર્ગ અમીરે અહલે સુન્નત ખલીફએ હઝુર મુફતીએ આઝમે હિન્દ હઝરત પીર અલ્હાજ નુર મોહમદબાપુ મારફાની નૂરી રઝવી રહમતુલ્લાહી તઆલા અલયહના 20 માં વાર્ષિક ઉર્ષ શરીફનું શાનદાર આયોજન પીરે તરીકત, ઔલાદે ગૌષે આઝમ હઝરત પીર સૈયદ ગુલામ મુસ્તફા સાહેબ કાદરી જીલાનીની ઝેરે સરપરસ્તીમાં કરવામાં આવેલ હતી જેમાં મગરીબની નમાઝ બાદ મસ્જીદે રઝાથી એક શાનદાર જુલુસ નીકળી હઝરતના આસ્તાના ઉપર સંદલ તથા ચાદર ચડાવવામાં આવી હતી અને રાત્રે ઈશાંની નમાઝ બાદ મસ્જીદે રઝામાં એક શાનદાર જલ્લાનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં ખત્મે કાદરીયા શરીફ બાદ ગુજરાતના પ્રખર વકતા હઝરત મૌલાના મોહંમદ ઝાકીર રઝા સાહેબ-સુરત તથા હઝરત મુફતી હસીબુર્રહમાન શાનદાર તકરીર ફરમાવી હતી. તેમજ બુલબુલે બાગે મદીના મૌલાના હબીબુલ્લાહ તેમના મધુર કંઠે નાતે રસુલ તથા મનકબત પેશ કરેલ. આ ઉર્ષના મુબારક પ્રસંગે મુફતી મુનવ્વર રઝા ધોરાજી મૌલાના રાશીદ હાફીઝ શમીમ અખ્તર હાફીઝ સાબીર રઝા હાફીઝ રૂહલ અમીન ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત જલ્સાબાદ હઝુરે પાકના નકશે કદમે મુબારકની ઝિયારત કરવામાં આવી હતી. સલાતો સલામ અને હુઆએ ખૈરબાદ આમ ન્યાઝનું આયોજન કરવામાં આવેલ હતું. તો આ ઉર્ષ શરીફના મુબારક પ્રસંગે સર્વ મુસ્લીમ બિરાદરો તથા મુરીદો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતાં. તેમ ખાનકાહે રઝવિય્યાહની યાદીમાં જણાવ્યું છે.