FIFA 2018: મનપસંદ ટીમને જીતતા જોઈ વર-વધૂ લગ્ન મંડપ છોડી કરવા લાગ્યા ડાન્સ

ફીફા વર્લ્ડ કપ 2018ની સૌથી મજબૂત અર્જેન્ટીના, બ્રાઝીલ, સ્પેન અને જર્મની જેવી ટીમો બહાર થઇ ચુકી છે. આ વર્લ્ડ કપ 2018 ઇંગ્લેન્ડના ખાતામાં જી શકે છે. હૈરી કેનની કેપ્ટનસી વાળી ઇંગ્લેન્ડ ટીમેં શાનદાર પ્રદર્શન કર્યું છે.
આ સાથે હવે ઇંગ્લેન્ડ ફુટબોલ ટીમ ફીફા વર્લ્ડ કપ 2018ની સેમીફાઈનલમાં પહોંચી ગયું છે. આ ટીમે તે કરી બતાવ્યું છે કે ડેવિડ બેકહમ, ફ્રેંક, લમ્પેર્ડ અને સ્ટિવન જેરાલ્ડ નથી કરી શક્યા.
ક્વાર્ટર ફાઈનલમાં સ્વીડન વિરુદ્ધ 2-0થી જીતીને ઇંગ્લેન્ડ ટીમે જણાવ્યું કે તેઓ ફીફા વર્લ્ડ કપ જીતવાના પ્રબળ દાવેદાર છે. ઇંગ્લેન્ડના ફેન્સ પણ ખૂબ ઉત્સાહિત છે. ઇંગ્લેન્ડમાં દરેજ જગ્યાએ ઉજવણી થઇ રહી છે. આ બધા વચ્ચે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક પંજાબી લગ્નમાં બધા ઇંગ્લેન્ડની જીતમી ઉજવણી કરતા જોવા મળે છે.
ઈન્ટરનેટ પર આ વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. મહેમાન, પરિવારજનો અને તેમની સાથે વર-વધુ પણ જોરદાર ડાન્સ કર્યો છે. આ ઉજવણી એટલા માટે મનાવવામાં આવે છે કે ઇંગ્લેન્ડ ક્વાર્ટર ફાઈનલમાં સ્વીડનને હરાવીને સેમીમાં પહોંચી ગઈ છે.