‘દંગલ’ ફેઈમ ફોગાટ પરિવારને મળીને દક્ષિણ કોરિયાના ફર્સ્ટ લેડી ખુશખુશાલ

દિલ્હી તા,12
દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડી કિમ-જોંગ-સુકે મંગળવારે દિલ્હીમાં દંગલ સ્ટાર ફોગાટ પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મહાવીર ફોગાટે દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડી કિમ જોંગ સુકને ગદા ભેટમાં આપી તેમનું સન્માન કર્યું હતું.
આ દરમિયાન તેમણે બધા સાથે મળીને દંગલ ફિલ્મ જોઈ હતી. ઉલ્લેખનીય છે કે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જે અને દક્ષિણ કોરિયાની ફર્સ્ટ લેડી કિમ જોંગ સુક રવિવારે પોતાની પ્રથમ ભારત યાત્રા પર હતા.
ફર્સ્ટ લેડી ભારત આવ્યા પહેલા દંગલ ફિલ્મ જોઈ હતી. આ પછી તે ફોગાટ પરિવારના પ્રશંસક બની ગયા હતા. તેમણે ભારત આવ્યા પહેલા દંગલ ગર્લ્સને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને તેમને મુલાકાત માટે નિમંત્રણ પણ મોકલાવ્યું હતું.
ફર્સ્ટ લેડી કિમ જોંગ સુકનું આમંત્રણ મળ્યા પછી ફોગાટ પરિવાર ઘણો ખુશ હતો અને તેમણે મુલાકાત માટે બધી તૈયારીઓ કરી લીધી હતી. બલાલી ગામમાં ગ્રામીણો વચ્ચે મહાવીર ફોગાટે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે આ તેના માટે ગર્વની વાત છે.
બીજી તરફ રાષ્ટ્રપતિ મુન જે ફોગાટ પરિવાર સાથે મુલાકાતમાં સામેલ થઈ શક્યા ન હતા. મહાવીર ફોગાટે કોરિયાની ફર્સ્ટ લેડી કિમ જોંગ સુકને ઘણી વસ્તુઓ ભેટમાં આપી હતી. જેમાં ગદા, હનુમાન, લક્ષ્મી અને ગણેશની મૂર્તિ, ભારતીય સાડી, અખાડા બુક અને સિગ્નેચર કરેલ તેમનો મેસેજ પણ હતો. ફોગાટ પરિવારને કોરિયા આવવા માટે આમંત્રણ મળ્યું છે