66 વર્ષ પછી નખ કાપશે આ ભારતીય, ગિનિસ બુકમાં નોંધાયેલું છે નામ

1/466 વર્ષ બાદ કાપશે નખ
સૌથી લાંબા નખ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધવનારા અમેરિકન ભારતીય શ્રીધર ચિલ્લાલે આખરે નખ કાપવનો નિર્ણય કર્યો છે. 66 વર્ષ બાદ તેઓ નખ કાપવા જઈ રહ્યા છે. 1952થી તેમણે ક્યારેય નખ કાપ્યા નથી. હાલમાં શ્રીધરની ઉંમર 82 વર્ષ છે.
2/4સ્વાસ્થ્યને કારણે કર્યો આ નિર્ણય
શરીર નબળું પડવાને કારણે નખ પણ નબળા પડી રહ્યા છે. આજ કારણે આખરે શ્રીધરે નખ કાપવાનો નિર્ણય કર્યો છે. આ નખને કારણે જ તેઓ વિશ્વ રેકોર્ડ કરી ચૂક્યા છે.
3/4બધા નખ 9 મીટર કરતા લાંબા
ૠીશક્ષક્ષયતતઠજ્ઞહિમછયભજ્ઞમિતની અન્ય ટ્વીટ્સ જુઓ
ઝૂશિિંંયિ જાહેરાત માહિતી અને ગોપનીયતા
શ્રીધરના તમામ નખ નવ મીટર કરતા લાંબા છે. ડાબા હાથના અંગૂઠાનો નખ 197.8 સેન્ટીમીટર છે. સૌથી લાંબા નખ હોવાને કારણે શ્રીધરનું નામ વર્ષ 2016માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું.
4/4કપાયેલા નખ મ્યૂઝિયમમાં મૂકાશે
મીડિયા રિપોર્ટસ અનુસાર શ્રીધરના નખને અમેરિકાના રિપલેજ બિલીવ ઈટ ઓર નોટ મ્યૂઝિયમમાં જગ્યા મળશે. શ્રીધરના નખ ટાઈમ્સ સ્કવેયરમાં મ્યૂઝિયમ તરફથી રાખવામાં આવેલા એક કાર્યક્રમમાં કાપવામાં આવશે.