બાબરામાં વેપારીઓ દ્વારા સજ્જડ બંધ

અમરેલી, તા. 12
બાબરા ચેમ્બર્સ ઓપ કોમર્સ દ્વારા આજે નગરપાલીકામાં વિવિધ પ્રશ્ર્નોને લઈ બંધનુ એલાન આપ્યુ હતું જેને લઈ આજે બાબરાનાં વેપારીઓએ સજજડ બંધ પાળ્યો છે.
બાબરા નગરપાલીકા દ્વારા શહેરનાં લોકોને મુળભુત સુવિધા કે અન્ય સગડ પુરી પાડવામાં આવતી નથી. રોડ રસ્તા કે ડસ્ટબીન ખરીદીમાં કૌભાંડ આચરવામાં આવ્યાનો પાલીકાનાં શાસકો સામે આક્ષેપ સાથે બાબરા માલમતદાર તથા જિલ્લા કલેકટરને તથા પાલીકા નિયામકને રજુઆત કરવા છતા બાબરા પાલીકાનાં શાસકો સામે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતાં આખરે બંધનું એલાન આપવામાં આવેલ હતું.
અત્રે બાબરાના તમામ વેપારીઓ બાબરાનાં નાગરીકો બેંક ચોક ખાતે એકઠા થઈ અને પાલીકા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી રોષ વ્યકત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય ચે કે બાબરા નગરપાલીકામાં ભાજપ વિપક્ષકાં છે છતા પણ શાસકો ભ્રષ્ટાચાર કરતા હોય ભાજપ રોકી નહી શકતા આખરે બાબરા ચેમ્બર્સ ઓફ કોમર્સે વિરોધ પક્ષની ભૂમિકા ભજવવી પડી છે.