14 વર્ષથી સરકારી કચેરીઓના ધક્કા ખાતાં માતા-પુત્રને અંતે મળ્યો ન્યાય

અમરેલી તા,12
બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક તરૂણી કે જેના પિતાની ગેરહાજરી હોય અને આ તરૂણીની માતા છેલ્લા 14 વર્ષથી પોતાની બગસરા ખાતે આવેલી જમીન ખોટુ સોગંધનામું તથા ખોટુ કુલમુખ્ત્યાર નામું તથા ખોટુ પેઢીનામાના આધારે આ કામના આરોપીઓએ પચાવી પાડેલ હતી.અને આ મિલ્કતમાં આ વિધવા બહેન તથા તેની તરૂણવયની દિકરીનો પણ સરખો હક્ક હિસ્સો હોય પરંતુ આ કામના આરોપીઓએ આ મિલ્કતના કાયદેસરના વારસદાર હયાત ન હોય અને તેની વિધવા પત્ની અને એક તરૂણવયની દિકરી હોય જેનો કોઇ આસરો ન હોય અને નિરાધાર હોવાનો લાભ લઇ આરોપીઓએ જમીન ખોટુ સોગંધનામું તથા ખોટુ કુલમુખ્ત્યારનામું તથા ખોટુ પેઢીનામાના આધારે પચાવી પાડેલ અને આ જમીનમાં પોતાનો હક્ક હિસ્સો મેળવવા વિધવા બહેન તેની તરૂણવયની દિકરી સાથે છેલ્લા 14 વર્ષથી વિવિધ સરકારી કચેરીઓમાં ધક્ક ખાતા હતા. પરંતુ આ કામના સામાવાળા આરોપીઓ ખુબજ શ્રીમંત તેમજ રાજકીય વગ ધરાવતાં હોય જેથી 14 વર્ષ સુધી તેઓની કોઇ રજુઆત સાંભળવામાં આવેલ નહી.
ઉપરોકત વિધવા બહેન તથા તેની તરૂણવયની દિકરી સાથે તેઓ પોલીસ અધિક્ષક અમરેલીનાઓને રૂબરૂમાં મળવા માટે આવેલ અને પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓએ આ વિધવા મહિલા અને તેની દિકરીનીની વ્યથા સાંભળી તેને ખાત્રી આપેલ કે આ બાબતે તપાસ કરવામાં આવશે અને તેઓની રજુઆતમાં તથ્થ જણાઇ આવ્યેથી આરોપીઓ વિરૂધ્ઘ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવી અરજદાર બહેનને ખાત્રી આપવામાં આવેલ તે અન્વયે બહેનની રજુઆત સંદર્ભની અરજીની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ અમરેલી ના પોલીસ સબ ઇન્સ.શ્રી પી.એન. મોરી તથા એસ.એસ.વાવૈયા નાઓએ આ અંગેની તપાસ કરતાં રજુઆતમાં તથ્ય જણાઇ આવતાં આ બાબતે કુલ-09 આરોપીઓ વિરૂધ્ઘ બગસરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.
આમ,એક વિધવા મહિલા તથા તેની તરૂણ વયની દિકરી છેલ્લા 14 વર્ષથી પોતાની વડીલોપાર્જીત જમીનમાં પોતાનો હક્ક હિસ્સો મેળવવા માટે વિવિધ કચેરીઓના ધક્કા ખાતા હતા તેમ છતાં પણ તેઓને ન્યાય મળેલ નહી. પોલીસ અધિક્ષક અમરેલી નાઓની સુચના અન્વયે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમએ આ બાબતે તપાસ કરી કાયદેસર ગુન્હો રજીસ્ટર કરાવી અમરેલી જિલ્લા પોલીસ તંત્રએ એક વિધવા મહિલાના આંસુ લુછવાનો નાનો પ્રયાસ કરેલ છે.
ઉપરોકત રજુઆત અન્વયે આ જમીન મેટરની પ્રાથમિક તપાસ કરનાર સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ ના પોલીસ સબ ઇન્સ.પી.એન.મોરી સાહેબ તથા એસ.એસ.વાવૈયા તથા ટીમના એ.એસ.આઇ. પી.ડી.પરમાર તથા હેડ કોન્સ. મુકેશભાઇ તથા કલ્પેશભાઇ કુવાડીયા નાઓએ રજુઆતની પ્રાથમિક તપાસ કરી અરજદાર કિશોરીની ફરીયાદ લઇ બગસરા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.આગળની વધુ તપાસ બગસરા પોલીસ સબ ઇન્સ.એમ.એ. મોરી સાહેબનાઓ ચલાવી રહેલ છે.