જેસરના ચોક ગામે માથામાં લાકડી ફટકારી યુવાનની હત્યા

ભાવનગર તા.11
સામે જોઇ કાતર કેમ મારે છે ? તેમ કહી યુવાને પાડોશી યુવાનનાં માથાનાં ભાગે લાકડીનાં બે ફટકા ઝીંકી દેતાં યુવાનનું મોત નિપજતાં હત્યામાં પરીણામ્યો છે. ખુનનાં આ બનાવની વિગતો એવી છે. કે ભાવનગર જીલ્લાનાં જેસર તાલુકાનાં ચોક ગામે રહેતાં હરેશભાઇ ભોપાભાઇ વાળાને તેની બાજુમાં રહેતા યુવાન સુરેશ મનજીભાઇ વાઘેલાએ તુ મારી સામે જોઇ કાતર કેમ મારે છે. તેમ કહી ઝઘડો કરી ઉસ્કેરાઇ માથાનાં ભાગે લાકડીનાં ઘા ઝીંકી દેતાં ગંભીર રીતે ઘવાયેલા હરેશભાઇને ભાવનગરની હોસ્પિટલ ખસેડાયેલ તથાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયું હતું. સામાન્ય બાબતે યુવાનની પાડોશી ચકચાર મચી જવા પામી છે.