દેવતણખી ધામમાં અષાઢી બીજની ઉજવણીની ભવ્ય તૈયારીઓ પૂર્ણ

ધોરાજી,તા.12
ધોરાજી જુનાગઢ વચ્ચે આવેલ સૌરાષ્ટ્રની ખ્યાતનામ દેહણ જગ્યા યાત્રાધામ સમુ સંતશ્રી દેવતણખીબાપા અને પુત્રી લિરલબાઈ માતાજીની ચેતન સમાધી સ્થાન એવા દેવતણખી ધામ.મજેવડી ખાતે અષાઢીબીજ મહોત્સવ ભવ્યરીતે ઉજવાશે જે માટે તડામાર તૈયારીઓ ચાલી રહેલ છે.
સૌરાષ્ટ્રનાં યાત્રાધામસમા જુનાગઢ જીલ્લાનાં મજેવડી ગામ ખાતે આવેલ લુહાર સમાજના કુલભુષણ સંત શ્રી દેવતણખીદાદા અને લિરલભાઈ માતાજીની ચેતન સમાધી સ્થાન ખાતે ભવ્ય અષાઢીબીજ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે.
જેમાં તા.13 ને શુક્રવારનાં રોજ સવારે રાંદલમાતાજીના લોટા તથા ધાર્મીક પ્રદર્શનને જેન્તીભાઈ ડોડીયાળાવાળાના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવશે.
રાત્રીના નવ કલાકે ભવ્ય સંતવાણી યોજાશે. જેમાં હરસુખગીરી ગૌસ્વામી-સ્નેહલબેન પંચાલ સહીત કલાકારો રમજટ બોલાવશે.
શનીવારે અષાઢીબીજ મહોત્સવ
શનીવારે સવારે સંતશ્રી દેવતણખીદાદાઅને લિરલબાઈ માતાજીની ચેતન સમાધી સ્થાન ખાતે પુજા અર્ચન અન મહાઆરતી યોજાશે.બાદ સવારે 10 કલાકે વિશાળ ધર્મસભા યોજાશે. જેમાં મહામંડલેશ્ર્વર શ્રી ભારતીબાપુ-ભવનાથ જુનાગઢ તથા રાષ્ટ્રિયસંતશ્રી અમરધામબાપુ વિરપુર વિગેરે સંતોમહંતોના સ્વાગત બાદ ધર્મસભા યોજાશે જેમાં તેજસ્વી તારલાઓનું સન્માન, દાતાશ્રીઓનુ સન્માન-તથા મહેમાનોનુ સન્માન સમારંભ યોજાશે.
1 કીલોમીટર લાંબી
રથયાત્રા નિકળશે
બપોરે 3 વાગ્યે દેવતણખીધામ મજેવડી ખાતેથી એક કીલોમીટર લાંબી વિવિધ શણગારેલા ફલોટ, રાશ મંડળીની રમજટ સાથે વિશાળ રથયાત્રા નિકળશે. જે રથયાત્રા મજેવડી ગામના વિવિધ માર્ગો ઉપર ફરી સાંજે 7 કલાકે દેવતણખીધામ ખાતે ધ્વજારોહણ થશે બાદ મહાઆરતી રામદેવપીરના પાઠ-ભજન પુજા અર્ચન થશે.
અષાઢીબીજ મહોત્સવમાં સમગ્ર દેશમા વસતા લુહર-પંચાલ સમાજ એક લાખથી વધુ સંખ્યામાં ઉમટી પડશે. જેમાટે શ્રી દેવતણખીધામ મજેવડીનુ ટ્રસ્ટ મંડળ તડામાર તૈયારીઓ ચાલુ કરેલ છે. અને સત્સંગ ભજન અને ભોજનના ત્રિવેણી સંગમમા તમામ લોકોએ પધારવા દેવતણખીધામ મજેવડીના પ્રમુખ શાંતીભાઈ ગોહીલએ યાદીમાં જણાવેલ છે.