સ્કૂલબસમાંથી ઉતરે તે પહેલા જ ચાલકે બસ હંકારી મુકતા માસુમ વિદ્યાર્થીને કાળ ભેટ્યો

જૂનાગઢ તા,12
શીલ નજીકના ભાથરોટ ગામે સ્કૂલ બસના ચાલકની બેદરકારીથી એક બાળક બસના પાછળના જોટામાં આવી જતા બાળકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું.
આ કમકમાટીભરી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ શીલ નજીકના ભાથરોટ ગામે એક સ્કૂલ બસ નં. જીજે 11 ટી 1888 બાળકોને મુકવા આવેલ અને બાળક બસમાંથી ઉતરતા હતો ત્યારે જ બસના ચાલક દેવાભાઇ લાખાભાઇ વાઢીયાએ પોતાની બસ બેદરકારી ભરી રીતે ચલાવતા બસના પાછળના જોટામાં ભાથરોટ ગામના વિનોદભાઇ નારણભાઇ ડાભીનો 5 વર્ષીય ભત્રીજો યુવરાજકુમાર આવી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું.
લાકડીથી માર
માણાવદરમાં શોભનાબેન શેરી વાળતા હતા ત્યારે તું કચરો અમારા તરફ કેમ નાખે છે તેમ કહી મેરામ ટપુ હુણ, તેની ઘરવાળી તથા તેના છોકરાએ લાકડી વડે માર માર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાય છે.
ભેંસાણના મોરવાડા ગામે મારા ખેતર પાસે ડમ્પર કેમ ચલાવો છો તેમ કહી આજ ગામના ઘુસાભાઇએ લોખંડના પાઈપ વડે તથા અશ્ર્વીનભાઇ પડશાળાએ ઢીકાપાટુનો માર માર્યો હતો.
હુમલો
જૂનાગઢમાં છોકરા સીટમાં બેસતા હોય જેથી રીક્ષા હટાવી લેવાનું કહેતા 3 શખ્સોએ ધોકા અને સોડા બોટલ વડે એક યુવાન ઉપર હુમલો કરી દેતા યુવાનને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.
શહેરના જમાલવાડીમાં કાજીમભાઇ રાજસુમરાએ રીક્ષા રાખેલ હોય જેમાં છોકરાઓ બેસતા હોય જેથી કાજીમભાઇએ સીટો તોડી નાખે છે. તેમ કહેતા સમદભાઇ મહમદભાઇ જાખરાએ રીક્ષા હટાવી લો તેમ કહેતા કાજીમભાઇ તથા એઝાદ રાજસુમરાએ તથા નુરો મહમદ હાલાએ સોડા બોટલ લઇ ફરીયાદ સમદભાઇ ઉપર હુમલો કરી દઇ મુંઢ માર મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.