જામનગરમાં આવતીકાલે પાટીદાર અનામત આંદોલન શહિદયાત્રાનું આગમન થશે


જામનગર તા,12
પાટીદાર આંદોલનમાં શહિદ થયેલા લોકોને શ્રધ્ધાંજલી અને ભાવાજલી આપવા માટે પાટીદાર આંદોલન શહિદયાત્રા સમિતી દ્વારા ‘શદિ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આવતીકાલે શહિદ યાત્રા જામનગરમાં પહોંચશે ત્યાં યાત્રાનું સ્વાગત કરવામાં આવશે.
જામનગરમાં આગમન થનાર શહિદ યાત્રા બપોરે 12 કલાકે પવનચક્કીથી નંદનવન સોસાયટી શેરી નં.-1 ત્યાંથી બપોરે 12.10 કલાકે પટેલ પાર્ક પાસે મેઈન રોડ બપોરે 12.20 કલાકે કિર્તી પાન ચોકડી અને ત્યાંથી લાલપુર ચોકડી જવા રવાના થશે. આ શહિદ યાત્રા તમામ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે પાટીદાર સમાજના ભાઈઓ-બહેનો બહોલી સંખ્યામાં ઉપસ્થિત રહી ભાવાજંલી અને પુષ્પાંજલી અર્પણ કરશે. આ શહીદ યાત્રામાં પાટીદારોને જોડવા પાટીદાર આંદોલન શહિદ યાત્રા સમિતિ દ્વારા અનુરોધ કરાયો છે.