જૂનાગઢમાં તપાસમાં ગયેલા સિવિલ એન્જિનિયરને મહિલાએ તમાચા ઝીંક્યા

જૂનાગઢ,તા.12
જૂનાગઢના મધુરમ વિસ્તારમાં મનપાના સિવિલ એન્જિનીયરને એક મહિલાએ ઝાપટ મારી તથા અન્ય બે શખ્સોએ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરતાં ચકચાર મચી જવા પામી હતી.
આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મનપામાં સીવીલ એન્જીનીયર તરીકે ફરજ બનાવતા હરેશભાઇ કાળાભાઇ સોંદરવા (ઉ.વ.31) બુધવારે શહેરના મધુરમ વિસ્તારમાં આવેલ યોગી પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર રીતે 200 મીટરની લંબાઇમાં 10 સ્પીડ બ્રેકર બનાવેલ હોય બીજી સોસાયટીવાળાઓએ અરજી કરી રજુઆત કરેલ હોય જેથી મનપાના ઉપલી અધિકારીઓએ આદેશ કરતાં હરેશ સોંદરવા જેસીબી, ટ્રેક્ટર તથા મજુરોને લઇ આ જગ્યાએ જઇ સ્પીડ બે્રકર તોડેલ તે દરમ્યાન રમાબેન હરસુખભાઇ જોશી, ગજેન્દ્રસિંહ જાડેજા, ધર્મેશ ઉર્ફે ધમો દરબાર ત્યાં આવી જઇ, ગાળો કાઢી ફરજમાં રૂકાવટ કરી મારી નાખવાની ધમકી આપી હતી જ્યારે રમાબેન હરસુખભાઇ જોશીને મનપાના સીવીલ એન્જીનીયર હરેશભાઇ સોંદરવાને ઝાપટ મારી લીધી હતી.