ભાવનગરની મિનિ બસ પલટી, બાળકીનું મોત: 12ને ઇજા

ભાવનગર તા.12
ધંધુકા-બગોદરા વચ્ચે આવેલ ગુંદી ફાટક નજીક અમદાવાદ-ભાવનગરની મીનીબસ પલ્ટી જતાં બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે 12થી વધુ મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગઇકાલે મોડી રાત્રે અમદાવાદથી ભાવનગર જતી મીનીબસમાં ચાલકનો સ્ટેઇરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો બસમાં મુસાફરી કરતા 12 જેટલા મુસાફરોને નાની મોટી ઇજા થતા 108 મારફત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સસ્તા ઉપર બસ પલ્ટી જતાં ટ્રાફિક જામ થયો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.