સમસ્યાનો સામનો કરવાની મારી પોતાની પદ્ધતિ છે: સોનાલી બેન્દ્રે

ન્યૂયોર્ક તા,12
ન્યૂયોર્કમાં કેન્સર સામે લડી રહેલ સોનાલી બેન્દ્રે તેના આ રોગ વિષે જાણ થયા પછી પ્રથમ પોતાના નવા લૂકનો ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. સોનાલી આ વિડીયોમાં પહેલા કરતા પણ ઘણી સુંદર જોવા મળી રહી છે. જણાવી એ કે, સોનલીનો આ વિડિયો તેના નવા હેરકટનો છે. સોનાલી આ વિડીયોમાં તેના પતિ ગોલ્ડી બહલ સાથે એક સલૂનમાં જોવા મળી રહી છે અને પોત્તાના લાંબા વાળને નવી સ્ટાઈલ આપવા માટે તે હેરકટ કરાવી રહી છે. સોનાલી ખૂબ ઉત્સાહિત અને નર્વસ લાગી રહી છે.
સોનાલીની આ હેરસ્ટાઇલ ટ્રાંસફોર્મેશન વિડીયો પર કરણ જોહરથી લઈને પરીનીતી ચોપરા સુધીના બધા જ સેલિબ્રિટીનું સોનાલીને સ્ટ્રોન્ગ વુમન કહીને તેના સ્વાસ્થ્યને સુધારવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. આ વિડિયો શેર કરતી વખતે સોનાલીએ પણ લખ્યું છે કે આ સમસ્યા સાથે સામનો કરવાની તેની પદ્ધતિ છે. સોનાલીએ આગળ લખ્યું કે, આ પ્રોસેસને તમારી સાથે શેર કરવાની મારી આ સફરનો એક અગત્યનો ભાગ છે. હું ફક્ત આશા રાખી શકું છું કે તમને યાદ કરાવે છે કે હજુ કઈ ખોવાઈ નથી ગયું અને કોઈ છે, ક્યાંક તે સમજે છે કે તમે ક્યાંથી પસાર થઈ રહ્યા છો. સોનલીએ વધુમાં કહ્યું હતું કે તે શક્ય તેટલું પ્રોજિટીવીટીને બનાવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. આપને જાણવી દઈએ કે સોનલીએ ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ શેર કરી હતી અને જણાવ્યું હતું કે હાઈ ગ્રેડ કેન્સરની બીમારીથી પસાર થઇ રહી છે.