મલાઇકાની હમશકલ હિના પંચાલે મુંબઇના વરસાદને ડાન્સ કરી વધાવ્યો

મુંબઈ તા,12
મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને ચોમાસાના આગમનથી માયાનગરી મુંબઈના લોકોના નાકમાં દમ કરી મુક્યું છે. મુંબઈનું મોસમ વરસાદના સાથે ખૂબ જ મસ્ત બની ગયું છે, પરંતુ વરસાદી પાણી લોકોને ખુબ જ હેરાન કરી રહ્યું છે. મુંબઈમા વરસાદના કારણે લોકો જ્યાં હેરાન થઇ રહ્યા છે ત્યાં કેટલાક એવા લોકો છે જે તેને ખૂબ જ સારી રીતે માણી રહ્યા છે. ત્યારે મલાઈકા અરોરાની હમશકલ હિના પંચાલ આ સુહાના મોસમમાં પોતાના હુનરને બતાવી રહી છે.
હિના પંચાલએ મોહરાફિલ્મનું સોંગટીપ ટીપ બરસા પાનીપર ડાન્સ કર્યો છે. હિના પંચાલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં તે ખૂબ જ મસ્ત અંદાજમાં ડાન્સ કરી રહી છે. જો કે મલાઈકા અરોરાએ તેના ડાન્સના કારણે પણ ઓળખવામાં આવે છે અને હિના પંચાલના આ ડાન્સ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે તેને પણ ડાન્સ કરવામાં કઈ જ કમી રાખી નથી અને તેના તેના ઘર છત પર જઈને ડાન્સ કર્યો છે. ડાન્સનો ક્રેઝ જે પણ મુંબઇના વરસાદ પણ બની રહ્યો.
હીના પંચાલ હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનું જાણીતું નામ છે. હિના પંચાલે વધુ ફિલ્મો તો નથી કરી, પરંતુ તેમણે ઘણી ફિલ્મોમાં આ આઇટમ ડાન્સ કર્યો છે અને એતેના કારણે તેની ઘણી ચર્ચા પણ કરવામાં આવે છે. તેમણે હૂક્કા, મોહલ્લા, બેબો બેબો, રાજુ અને રાજુ, બોગન જેવા આઈટમ સોંગ કર્યા છે.