પ્રિયંકા ચોપરા મારી બાયોપિક માટે ફિટ: ક્રિેકેટર મિતાલી રાજ

મુંબઇ તા.12
ક્રિકેટ વર્લ્ડમાં પોતાની ધાક જમાવનારી ઇન્ડિયન મહિલા ક્રિકેટની કેપ્ટન મિતાલી રાજ પર બાયોપિક બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ ફિલ્મ માટે ખુદ
મિતાલી રિસર્ચ અને સ્ક્રિપ્ટિંગનાં લેવલ પર ફિલ્મમેકરની મદદ કરી રહી છે. પણ મિતાલી રાજ ઇચ્છે છે કે આ ફિલ્મમાં તેનો રોલ પ્રિયંકા ચોપરા જ ભજવે.
ઇન્ડિયન મહિલા ક્રિકેટની કેપ્ટન મિતાલી રાજે પ્રિયંકા ચોપરાને તેનાં રોલ માટે ફિટ ગણાવી છે. મિતાલીને જ્યારે તેનો રોલ કઇ હિરોઇન કરે તેમ પુછ્યું તો તેણે જરાં પણ સમય લીધા વગર પ્રિયંકાનું નામ જણાવ્યું. મિતાલીએ કહ્યું કે, મને લાગે છે કે પ્રિયંકા ચોપરા એક ઉત્તમ પસંદગી હશે કારણ કે અમારી પર્સનાલિટી ઘણી હદે મેળ ખાય છે. પણ તેનો અંતિમ નિર્મય મેકર્સ કરશે. હું સિનેમા પ્રેમી નથી તેથી આ મુદ્દો એક્સપર્ટ પર છોડુ છું. તેણે કહ્યું કે આ ફિલ્મનું સ્ક્રિપ્ટિંગ પૂર્ણ થયા બાદ હું તે જોઇશ તેથી તેમાં શું ઉમેરવું કે કટ કરવું તે જોઇ શકું. આ ફિલ્મ 2019માં ઓન ફ્લોર જશે.