સાનિયાનો બેબી બમ્પ: ઈન્સ્ટાગ્રામમાં પૂરબહાર

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા હાલના દિવસોમાં પોતાની પ્રેગ્નેસીને લઈને ચર્ચામાં છે. પ્રેગ્નેટ સાનિયા મિર્ઝાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બેબી બમ્પના કેટલાક ફોટો શેર કર્યા છે. એકમાં રેડ કલરના ડ્રેસમાં જોવા મળે છે. સાથે તેણે પોતાનો એક હાથ બેબી બંપ પર રાખ્યો છે. પ્રેગ્નેસીના દિવસોમાં સાનિયાની લાઇફ સ્ટાઇલ અને ફેશન સેન્સ પણ ચર્ચામાં છે. પ્રેગ્નેસીમાં પણ તેની સ્ટાઇલનો જાદુ પ્રશંસકો પર જોવા મળે છે. સોશિયલ મીડિયા સાઇટસ ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા એકાઉન્ટ છે જેમાં તે બેબી બમ્પ સાથે પોઝ આપી રહી છે.