વિજયી ભારત ટ/જ યજમાન ઇંગ્લેન્ડ: આજથી વન-ડે સીરિઝ

  • વિજયી ભારત ટ/જ યજમાન ઇંગ્લેન્ડ: આજથી વન-ડે સીરિઝ


નોટિંગહામ તા,12
ટી-20 સિરીઝ જીત્યા બાદ આત્મવિશ્ર્વાસથી ઓતપ્રોત ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે આજથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની વન-ડે સિરીઝમાં પણ લય જાળવી રાખવાના ઇરાદે મેદાને ઊતરશે. ભારતીય ટીમે ટી-20 સિરીઝ 2-1થી જીતી હતી.
ભારતીય ટીમનો દેખાવ પણ ઘણો શાનદાર રહ્યો છે. ભારતે છેલ્લે 2017માં ઇંગ્લેન્ડને વન-ડે સિરીઝમાં પરાજય આપ્યો હતો. ભારતીય મેનેજમેન્ટને આગામી વર્ષે યોજાનારા વર્લ્ડ કપને ધ્યાને રાખતાં વિવિધ સંયોજન અજમાવવાની પણ તક મળશે. લોકેશ રાહુલ ફોર્મમાં છે જેને કારણે કોહલી ચોથા નંબરે બેટિંગ કરવા ઊતરી શકે છે. ધવન અને રોહિત ઓપનિંગ કરશે જ્યારે રાહુલ ત્રીજા નંબરે ઉતરી શકે છે. આ બેટિંગક્રમ રહે તો કોહલીને ચોથા નંબરે બેટિંગ કરવા ઊતરવું પડશે. તે પછી રૈના, ધોની અને હાર્દિક પંડયા ઉતરશે. બોલિંગમાં કુલદીપ યાદવે સારો દેખાવ કર્યો હતો જેને કારણે તેને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે. એકસ્ટ્રા ઝડપી બોલર તરીકે સિદ્ધાર્થ કૌલ અથવા શાર્દુલ ઠાકુરને તક મળી શકે છે. ભુવનેશ્વર સ્વસ્થ થતાં તે ઉમેશ યાદવ સાથે નવો બોલ સંભાળશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો વન-ડે સિરીઝમાં વ્હાઇટ વોશ કર્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ ફોર્મમાં છે. ઓપનિંગમાં બટલર અને જેસન રોય આક્રમક શરૂઆત અપાવવા માટે જાણિતા છે જ્યારે મિડલ ઓર્ડરમાં જો રૂટ અને કેપ્ટન મોર્ગન ટીમને સ્થિરતા આપવા સક્ષમ છે. ઇંગ્લેન્ડે છેલ્લા કેટલાક સમયથી વન-ડે ક્રિકેટમાં ઘણો સારો દેખાવ કર્યો છે. જોશ બટલર, જેસન રોય, એલેક્સ હેલ્સ, જ્હોની બેરસ્ટો અને ઇયોન મોર્ગન ફોર્મમાં છે જ્યારે બેન સ્ટોક્સના પરત ફરવાથી ટીમ વધુ મજબૂત બની છે. વર્લ્ડ કપમાં નિરાશાજનક દેખાવ બાદ ઇંગ્લેન્ડ 69માંથી 46 વન-ડે જીતી છે. આ પૈકી 31 વખત 300થી વધુનો સ્કોર બનાવ્યો છે જે પૈકી 23 મેચ જીતી છે. આમાંથી 11 મેચમાં તેઓએ 350થી વધુ અને ત્રણ મેચમાં 400થી વધુનો સ્કોર કર્યો છે. એમએસ ધોની પાસે 10,000 રન પૂર્ણ કરવાની તક ધોનીને વન-ડે ક્રિકેટમાં 10,000 રન પૂર્ણ કરવાની તક છે. તેણે અત્યાર સુધી 318 વન-ડેમાં 9,967 રન બનાવ્યા છે. તેને 10 હજાર રનની વિશિષ્ટ ક્લબમાં સામેલ થવા માટે હવે 33 રનની જરૂર છે. જો તેને બેટિંગની તક મળે તો ટ્રેન્ટબ્રિજમાં જ આ સિદ્ધિ મેળવી શકે છે. ભારત તરફથી સચિન, સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવિડે વન-ડેમાં 10 હજાર રન બનાવ્યા છે. ધોની ઇંગ્લેન્ડ સામે સર્વાધિક રન બનાવનાર ખેલાડી પણ બની શકે છે. આ માટે તેને 99 રનની જરૂર છે. આ બંને દેશો વચ્ચે વન-ડેમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ યુવરાજસિંહના નામે છે. યુવરાજે 1,523 રન બનાવ્યા છે. ધોની 1,425 રન સાથે ત્રીજા સ્થાને છે. સચિને 1,455 રન બનાવ્યા છે. ધોની પાસે આ ઉપરાંત વિકેટ પાછળ 300 કેચ પૂર્ણ કરવાની પણ તક છે. તેણે 297 કેચ ઝડપ્યા છે.  વન-ડેમાં 10 હજાર રન કરનારો 12મો ખેલાડી બની શકે છે ધોની ભારત-ઈંગ્લેન્ડ વન-ડે સરવૈયું 96
વન-ડે રમાયા   52
ભારત જીત્યું 39
ઇંગ્લેન્ડ જીત્યું