એડલ્ટરી કાનૂન: અરજીને રદ કરવા કેન્દ્રની તર્કદાર દલીલો

નવી દિલ્હી તા. 12
કેન્દ્ર સરકારે એવી અરજીને ફગાવી દેવાની માંગ કરી છે જેમાં કલમ 497ની કાયદેસરતાને પડકાર ફેંકીને રજૂઆત કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કહૃાું છે કે, આ મુદ્દાને પહેલાથી જ લો કમિશન જુએ છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આઈપીસીની કલમ 497 હેઠળ એડલ્ટરીના મામલામાં પુરુષોને દોષિત જણાવવાના મુદ્દા ઉપર સજા આપવા માટેની જોગવાઈ છે જ્યારે મહિલાઓને સજા કરવાની જોગવાઈ નથી. આવી સ્થિતિમાં આ કાયદો ભેદભાવવાળો રહેલો છે. આને લઇને આ કાયદાને બિનબંધારણીય જાહેર કરવામાં આવે તે જરૂરી છે. સુપ્રીમ કોર્ટે કહૃાું હતું કે, સામાજિક ફેરફારને ધ્યાનમાં લઇને ઝેન્ડર સમાનતા અને આ મામલામાં આપવામાં આવેલા અગાઉના અનેક ચુકાદાઓને ફરીથી ધ્યાનમાં લેવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાના નેતૃત્વવાળી બેંચે આ મામલાને પાંચ જજની બંધારણીય બેંચને સોંપી દેવામં આવ્યો છે અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ રજૂ કરવા માટે માંગ કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી અને એવી અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો જેમાં એડલ્ટરીના ગ્ાુના માટે પુરુષ અને મહિલાને એકસમાનરીતે પાત્ર ગણવાની માંગ કરવામાં આવી છે. ઇન્ડિયન પીનલ કોડની કલમ 497 હેઠળ હાલમાં આ ક્રાઇમ માત્ર પુરુષો માટે લાગ્ાૂ છે જે તેમના પત્નિ નહીં હોવા છતાં મહિલા સાથે સેકસ સંબંધો સ્થાપિત કરે છે. સુપ્રીમ કોર્ટે તર્કદાર દલીલોને વિસ્તારપૂર્વક સાંભળી હતી. કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, અરજી ફગાવી દેવામાં આવે. આમા એમ પણ કહેવામાં આવ્યું છે કે, કલમ 497 લગ્ન જેવી સંસ્થાને સમર્થન આપે છે અને તેને સુરક્ષા પણ આપે છે. જે જોગવાઈને પડકાર ફેંકવામાં આવ્યો છે તેને ખુબ જ બુદ્ધિથી તૈયાર કરવામાં આવેલી જોગવાઈ છે જેથી લગ્ન જેવી સંસ્થાને રક્ષણ આપી શકાય છે.
આ કાયદા ભારતીય સમાજની સંસ્કૃતિ અને માળખાને જોઇને તૈયાર કરાયા છે. સુપ્રીમ કોર્ટમાં અરજી કરનાર લોકોની દલીલ હતી કે, મહિલાઓને અલગરીતે જોઈ શકાય નહીં. કારણ કે, આઈપીસીની કોઇપણ કલમમાં વિરોધાભાષની સ્થિતિ નથી.
લો કમિશન દ્વારા આ સમગ્ર મામલામાં નિરીક્ષણ કરવામાં આવી રહૃાું છે. તેના અંતિમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહ છે. આ કાયદાને ઝેન્ડર ન્યુટ્રલ બનાવીને જો મહિલાઓ પર એડલ્ટરીકા કેસ ચલાવવામાં આવશે તો લગ્નના સંબંધો કમજોર થશે અને સંબંધો તુટશે.