ભાવનગરમાં ઓપન ગુજરાત વેસ્ટર્ન કલાસીકલ ડાન્સ ચેમ્પીયનશીપ યોજાશે

ભાવનગર તા,12
ભાવનગર ખાતે સૌ પ્રથમ વખત ઓપન ગુજરાત ડાન્સ ચેમ્પીયનશીપનું આયોજન કરવામાં આવેલ છે. આ ઈવેન્ટનું આયોજન જેડીસી દ્વારા કરવામાં આવેલ છે. આ ઈવેન્ટનું મુખ્ય હેતુ બાળકોમાં રહેલી ટેલેન્ટને એક પ્લેટફોર્મ આપવા માટે કરવામાં આવ્યું છે. આ આખી ઈવેનટને પ્રવીણભાઇ મારૂ (એમએલએ ગુજરાત), અમરજયોતિમેમ (સિલ્વરબેલ્સ સ્કૂલ) અને ફાધર ટાઈટ્સ (સેન્ટ મેરીસ) સહકાર આપશે. આ ઈવેન્ટનું ઓડીશન ગુજરાતના અલગ અલગ શહેરમાં કરવામાં આવશે. આ ડાન્સ ચેમ્પીયનશીપનું ઓડીશન ભાવનગર ખાતે તા.22/7ના રોજ સેંટ મેરીસ સ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે. આ ઈવેન્ટનું સેમી ફાઈનલ 9/9ના રોજ રાખવામાં આવેલ છે. તેમાં જજ તરીકે ફોઝીયા અર્સી (બોલીવુડ ડાયરેકટર) અને 30/9/18ના રોજ ગ્રાન્ડ ફિનાલે રાખવામાં આવેલ છે. એમાં જજ તરીકે તરૂણ શિવાની (ડાન્સ +3 સેલિબ્રિટી) રહેશે. આ ઈવેન્ટમાં રસ ધરાવનારે મો. નં. 84016 74016 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.