વઢવાણ પાલિકાની 135 મહિલા સફાઇ કામદારો ચાર માસથી પગાર વિહોણી


વઢવાણ, તા. 12
વઢવાણ પાલીકામા સફાઈ કામદારોના 4 માસનો પગાર અને ઈપીએફ ચુકવવા કલેકટર સમક્ષ માંગ કરવામાં આવી છે. વઢવાણ નગરપાલીકામાં કોન્ટ્રાકટ બેઈઝ ઉપર કામ કરતી 135 મહિલા સફાઈ કામદારોને છેલ્લા 4 માસથી પગાર ન મળતા સફાઈ કામદારોએ અનેક વખત સુધરાઈમાં રજુઆત કરવા છતા કોઈ નિર્ણય ન આવતા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ તથા મહેન્દ્રભાઈ પરમારની આગેવાનીમાં સરોજબેન, અનસોયાબેન, વિલાસબેન સહિતની મહિલા સફાઈ કામદારોએ કલેકટર કે રાજેશન આવેદન પત્ર આપી રજુઆત કરી જણાવેલ કે 4 માસથી પગાર ચડત થઈ ગયા છે પગાર ન થવાના કારણે આર્થિક સંકડામણનો સામનો કરવો પડે છે અને ઘર ચલાવવું મુશ્કેલ છે તેમજ છેલ્લા બે વરસથી ઈપીએફની રકમ પણ ચુકવાઈ નથી નગરપાલીકામાં અનેક વખત રજુઆત કરી છે તો તાત્કાલીક યોગ્ય કરો સાહેબ ન છુટકે આગામી સમયમાં આંદોલન કરવાની ફરજ પડશે.