વરસાદમાં નથી ભીંજાવું મારે..

જંગલ વિસ્તારમાં પડી રહેલા વરસાદમાં જંગલની મહારાણી સિંહણ વર્ષાઋતુનું સ્વાગત કરવા ભીંજાઇ હતી. તે તસવીર વાઇરલ થયા બાદ જંગલનો રાજા ગણાતો સિંહ વરસાદમાં ભીજાવું ના પડે તે માટે એક ઝૂંપડામાં જઇ બેઠો હતો. ત્યારે તે જાણે કહેતો હોય કે, ‘વરસાદમાં નથી ભીંજાવું રે મારે..’