અમરેલીનાં ઉદ્યોગપતિની માનસિક વિકલાંગ મહિલાઓને લંચ કરાવી જન્મદિનની અનોખી

સાવરકુંડલા તા,12
અમરેલીમાં રહેતા મુસ્લિમ યુવાન ઉદ્યોગપતિ અને સેવાભાવી નાસીર ટાંક દ્વારા પોતાનો જન્મદિવસ ગરીબો અને મનોરોગીની સાથે ઉજવવાનું નક્કી કર્યું હતું. તે મુજબ સવારે સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિર માં 50 જેટલી નિરાધાર અને પાગલ મહિલાઓ પૂ.ભક્તિરામ બાપુની નિશ્રા માં સારવાર લઈ રહી છે ત્યારે સેવા ને સમર્પિત એવા નાસિર ટાકે સવારે માનવ મંદિરે આવી ભક્તિબાપુના આર્શીવાદ લઈ આ મનોરોગી મહિલાઓ સાથે કેક કાપી બપોર નું ભોજન કરાવ્યું હતું.
આ આશ્રમ ખાતે સારવાર લઈ રહેલી મહિલાઓએ આ જન્મદિવસ ઉત્સવ માં પોતાનું સ્વજન આવ્યું હોય તેવી અનુભૂતિ કરી હતી અને માનવ મંદિરના ભક્તિબાપુ એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે નાસીર ટાંકની સેવા માનવ મંદિર ખાતે નોંધપાત્ર છે અને રક્ષાબંધન હોય કે ધુળેટી જેવા તહેવારો તે હમેશા માનવ મંદિર ખાતે ઉજવી ને મનોરોગી મહિલા ઓના ચહેરા પર આનંદ ની અનુભૂતિ કરાવામાં તેમનું મોટું યોગદાન રહ્યું છે.
અમરેલીના પછાત વિસ્તારમાં રહેતા 5 અતિ ગરીબ બાળકોને અમરેલી એરપોર્ટ ખાતે લઈ જઈ પ્લેન માં બેસાડી સૌરાષ્ટ્ર ની હવાઈ મુસાફરી કરાવી હતી અને હવાઈ મથક ખાતે જ આ બાળકો સાથે કેક કાપી હતી. ત્યારે આ બાળકો એ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અમે દૂર થી આકાશ માં ઉડતું વિમાન કયારેક જ જોયું છે અને તેમાં બેસવું એ સ્વપ્નું અમારા માટે અશક્ય હતું અમે નાસીરભાઈ સાથે વિમાન બેસી સૌરાષ્ટ્ર ની સફર કરી આ વિશાળ દુનિયા ને વિમાન ની બારી માંથી નાના સ્વરૂપ માં જોઈ એક અનોખો અનુભવ કર્યો હતો. આ બાળકો ના ચહેરા પર આનંદ ની અનોખી અનુભૂતિ જોવા મળી હતી.
ત્યારે આ ઉધોગપતિ સેવાભાવી નાસીર ટાંક ના મિત્રો એ આવા સારા મિત્ર મળ્યો છે તેનું ગૌરવ અનુભવ્યું હતું અને સૌરાષ્ટ્ર ગુજરાતની જન્મદિવસની ઉજવણી આખો દિવસ આવી સંસ્થા અને ગરીબો સાથે પ્રસાર કર્યો અને હવાઈ સફરમાં જન્મદિવસની ઉજવણી કરી હતી.