વેપારીઓનાં નામ યાદીમાંથી કાઢી નંખાતા સાવરકુંડલા યાર્ડ બંધ

સાવરકુંડલા તા.12
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ના 34 વેપારી ઓના નામ મતદાર યાદી માંથી કમી કરવામાં આવતા આજ થી માર્કેટિંગ યાર્ડ અચોકસ મુદત સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે.
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ના ડિરેક્ટરો ની ટુક સમય માં ચૂંટણી હોવાથી હાલ માર્કેટિંગ યાર્ડ ના સતાધીશો દ્વારા 34 વેપારી ઓના નામ મતદાર યાદી માંથી ખોટી રીતે નામો કમી કરવામાં આવતા આજ થી સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનું એલાન સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સ, મજૂર મંડળ માર્કેટ યાર્ડ, મેતાજી મંડળ માર્કેટ યાર્ડ તથા માર્કેટિંગ યાર્ડ વેપારી મહામંડળ દ્વારા આપવામાં આવ્યું છે.
(1) વિરાણી ટ્રેડર્સ (2) નસીત દર્શીતભાઈ (3) એમ.કે. સિડ્ઝ (4) શ્રી રામ ઈન્ડસ્ટ્રીઝ (5) શ્રી રામ ટ્રેડ્રિગ (6) શ્યામ ટ્રેડિંગ (7) બાવચંદભાઈ ગાગજીભાઈ (8) વિજય એન્ડ બ્રધર્સ (9) મુકેશકુમાર નાગ્રેચા (10) માધવાણી કોમર્શિયલ (11) સૂર્યકાંત એન્ડ બ્રધર્સ (12) પ્રભુદાસ સોમચંદ (13) રિલીફ ટ્રેડિંગ (14) પ્રકાશ ટ્રેડિંગ (15) અનુરાગ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ (16) બાલમુકુંદ ઈન્ડસ્ટ્રીઝ (17) દોશી કાંતિલાલ રતિલાલ (18) મિતેષકુમાર એન્ડ કંપની (19) વર્ષીલ ટ્રેડિંગ (20) અવધ ટ્રેડિંગ (21) આર.કે. ઈન્ડસ્ટ્રીઝ (22) વ્રજ એન્ટરપ્રાઈઝ (23) નવણિતકુમાર હરિયાણી (24) હિંમતલાલ કરશનભાઈ (25) મહાકાળી ટ્રેડર્સ (26) રતિલાલ વનમાલીદાસ (27) સૂચક હિરેનકુમાર (28) આકાશ ટ્રેડિંગ (29) ભાવિક ટ્રેડર્સ (30) ગિરિરાજ ટ્રેડિંગ (31) ગિરિરાજ કોર્પોરેશન (32) હનુમાન કોટન ઈન્ડસ્ટ્રીઝ (33) આર.ડી.કોટેલિંગ (34) મહેશભાઈ સાવલિયાનો સમાવેશ થાય છે.