હત્યાના નવમા દિવસે અંતિમયાત્રા: ચુસ્ત પોલીસ બંદોબસ્ત

ધોરાજી તા.12
ધોરાજીના ભાડેર ગામે આઠ દિવસ પુર્વે જીવણભાઇ સાંગાણીની ગોળી ધરબી હત્યા નીપજાવાઇ હતી. જે મામલે સમગ્ર સૌરાષ્ટ્રમાં અને પાટીદાર સમાજમાં ક્ધયાનાં ઘેરા પ્રત્યાઘાણ પડયા હતા. અને પરિવારજનોએ આરોપી ન પકડાઇ ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવા મક્કમ રહેતા તો હોડનું થયું હતું.
મૃતક જીવણભાઇના પરીવારજનો અને પાટીદાર સમાજનાં આગેવાનો રાજકીય સામાજીક અગ્રણીઓ દ્વારા આવેદન પત્ર આપ્યું. સદગતની પ્રાર્થના સભામાં વિવિધ રાજકીય-સામાજીક પક્ષના આગેવાનો,હોદેદારો સહીત 5000 લોકો હાજર રહ્યા. ત્યારબાદ ધોરાજી પટેલ સમાજના સામાજીક રાજકીય આગેવાનો અને હતભાગી પરીવાર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રૂબરૂ મળી ન્યાય માટે માંગણી કરી હતી જેમાં સરકાર તરફથી ઉચીત ન્યાયની ખાતરી તેમજ યોગ્ય તટસ્થ તપાસ ઉચ્ચકક્ષાએથી કરવાની ખાત્રી આપતા એને મૃતકનાં સ્વજનોએ મૃતદેહ સ્વીકારવા સહમતી દર્શાવી હતી.
આજે બપોરે સ્વ.જીવણભાઇ સાંગાણીની સ્મશાનયાત્રા ભાડેર સ્થીત તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. સદગતની અંતિમયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી સંભાવના જોતા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
પાટણવાવ ખાતે પી.એસ.આઇ. કે.કે.ગોહિલની બદલી જામનગર જીલ્લામાં કરાઇ જેના સ્થાને ધોરાજી પી.એસ.આઇ. પી.જી. બાટવાનું પોસ્ટીંગ કરાયું પરંતુ તેમને પણ બદલી ઉપલેટા નિમણુંક અપાઇ કામ પાટણવાવમાં ભાયાવદર પોલીસ મથકનાં આર.એ.ભોજાણીનું પોસ્ટીંગ કરાયું છે.
તપાસમાં પ્રથમ પી.એસ.આઇ કે.કે.ગોહિલ ત્યારબાદ સી.પી.આઇ. કે.આર.રાવત ત્યારબાદ ડી.વાયએસ.પી. ઝેર આર.દેસાઇ અને હવેની તપાસ સી.આઇ.ડી.ક્રાઇમ અથવા સ્ટેટ વિઝીલન્સ ટીમ કે અન્ય એજન્સીને સોંપાઇ તેથી શકયતા જણાઇ
રહી છે. આઠ દિવસમાં બે પીએસઆઇની બદલી
ધોરાજી : ધોરાજીના ભાડેર ગામની બેવડી હત્યાનો મામલો પોલીસમાટે પડકારરૂપ બન્યો હોય એવું લાગે છે માત્ર 8 દિવસમાં પાટણવાવના બે બે પીએસઆઈ બદલીના ભોગ બન્યાં છે નવા પીએસઆઈ તરીકે ઉપલેટાનાં ભોજાણીને મુક્યાનો ઓર્ડર પીઆઈએ કર્યો હતો. ધોરાજીના ભાડેર ગામે બેવડી હત્યાના મામલો વધુ આક્રોશ પામ્યોે છે અને પટેલ પરીવરે મૃતક સોમાણી જીવરાજભાઈ પટેલની લાશ સ્વીકારવાની આજે 8 માં દિવસેય ના પાડી દીધી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી રાજકોટ જીલ્લા પોલીસ વડા અંતરીપ સુદએ પ્રથમ પાટણવાવના પીએસઆ, કે.કે.ગોહીલની તાત્કાલીક અસરથી બદલી કરી ધોરાજીનાં બાટવાની નિમણુક કરેલ બાદ ફરી માત્ર 4 દિવસમાંજ પીએસઆ, બાટવાની બદલી કરી ઉપલેટાના ભોજાણીની પાટણવાવના પીએસઆઈ તરીકે નિમણુંક મોડીરાત્રીના કરેલ છે. તેમજ સમગ્ર પ્રકરણની તપાસ સીપીઆઈ કે.આર. રાવત પાસે હતી એ પણ લઈ અને જેતપુરનાં ડીવાયએસપી દેશાઈને સોપવામાં આવેલ છે. છતા આજે 8 દિવસ બનાવના વિતવા છતાય ભાડેરના પ્રશ્ર્નના કોઈ ઉકેલ આવેલ નથી....! અને બેવડી હત્યા પ્રકરણએ રાજકીય સ્વરૂપ પકડી લીધાની ચર્ચાએ જોર પકડયું છે.