‘ખૂંટીયો’ બનીને ફરતા ઇભલાને ‘ભાંભરડા’ નખાવતી


રાજકોટ તા.12
રાજકોટ શહેરની શાંતિ હણવામાં મહત્વની ભૂમિકા ભજવનાર અને ખંડણી, લૂંટ, ધાડ, હથિયાર, પ્રોહિબિશન, ફરજમાં રુકાવટ સહિતના અસંખ્ય ગુનાઓમાં સંડોવાયેલ મોરબી રોડ ચામડીયાપરાના કુખ્યાત ઇભલાને ક્રાઇમ બ્રાન્ચે ગોંડલ રોડ ચોકડીથી દબોચી લેતા લાતી પ્લોટના વેપારીઓને હાશકારો અનુભવ્યો છે ઇભલો હત્યાની કોશિષ અને હથિયારના ગુનામાં પેરોલ ઉપર છૂટ્યા બાદ નાસતો ફરતો હતો નામીચા શખ્સને લાતી પ્લોટમાં લઇ જઈ જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું હતું અને વેપારીઓ પાસે માફી મંગાવી હતી.
રાજકોટના લાતી પ્લોટમાં કારખાનેદારને સાગરીતો મારફતે ફોનમાં વાત કરાવી તેનો ડેલો લખી આપવા અંગે ધમકી આપી ખંડણી માંગવાના ગુનામાં છેલ્લા દસ દિવસથી નાસતા ફરતા મોરબી રોડ ચામડીયાપરાના કુખ્યાત ઇબ્રાહિમ ઉર્ફે ઇભલાને કોઈપણ ભોગે પકડી પાડવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત, જેસીપી દિપક ભટ્ટ, ડીસીપી બલરામ મીણા, કરણરાજ વાઘેલાની સૂચનાથી તથા એસીપી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા અને ડીસીબી પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર સી કાનમિયા, જયસુખભાઇ હુંબલ, જગમાલભાઇ ખટાણા, સંતોષભાઈ મોરી, કુલદીપસિંહ જાડેજા, સંજયભાઈ રૂપાપરા, મયુરભાઈ પટેલ, રવિરાજસિંહ પરમાર, સ્નેહભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન મયુરભાઈ, સંતોષભાઈ અને રવિરાજસિંહને ખાનગીરાહે હકીકત મળી હતી કે લાતી પ્લોટમાં વેપારીને ધમકી આપી ખંડણી ઉઘરાવવાના ગુનામાં દસ દિવસથી ફરાર ઇબ્રાહિમ ઉર્ફે ઇભલો કરીમભાઇ કાથરોટીયા ગોંડલ રોડ ગ્રીનલેન્ડ ચોકડીએ હોવાની બાતમી આધારે સ્ટાફે દોડી જઈ ઇભલાને દબોચી લીધો હતો
ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા નામીચા શખ્સ ઇભલાને લાતી પ્લોટ શેરી નંબર 6 ખાતે , જુના મોરબી રોડ ઉપર તેના ઘર પાસે અને ચબુતરા પાસે લઇ જવામાં આવ્યો હતો અને જાહેરમાં કાયદાનું ભાન કરાવી વેપારીઓ પાસે માફી મંગાવાઈ હતી
પોલીસે પોતાનો અસલી મિજાજ દેખાડી ઇભલાને તેના જ વિસ્ત્રારમાં ઓય માડી અને ઓય બાપા કરાવી દીધા હતા ઇભલાએ 17 દિવસ પહેલા લાતી પ્લોટ 10માં આવેલ સ્વસ્તિક ટુલ્સ નામના કારખાનાના માલીકને મારી નાખવાની ધમકી આપી હતી આ ઉપરાંત 15 દિવસ પૂર્વે શ્રી સૌરાષ્ટ્ર ઓઇલ મિલન માલિકને છરી બતાવી મિલકત પચાવી પાડવા ધમકી આપી ખંડણી માંગી હતી આ બંને ગુણ અંગે ફરિયાદ નોંધાયા બાદ વેપારીઓ સાથે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે મિટિંગ કરી ઇભલા નામના તત્વને તાકીદે પકડી પાડવાની ખાતરી આપી હતી. લાતી પ્લોટમાં કાયદાનું ભાન કરાવ્યા બાદ હવે કોઈ દિવસ ગુનો નહિ કરું તેવું બબડવા લાગ્યો હતો ખાખીનો અસલી મિજાજ જોઈ અને આરોપીઓને હંમેશા પોલીસનો સાચો મિજાજ દેખાડતી ક્રાઇમ બ્રાન્ચની કાબિલેદાદ કામગીરીની લાતી પ્લોટના વેપારીઓએ પણ પ્રશંસા કરી હતી ઇભલાની જાનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નાના વેપારીઓ પાસેથી દર મહિને
5 થી 10 હજાર હપ્તો પડાવતો
મોરબી રોડ ઉપર ચામડીયાપરામાં રહેતો ઇભલો પોતાનું ગુજરાન ચલાવવા માટે લાતી પ્લોટ અને આજુબાજુના નાના વેપારીઓને ધમકાવી દર મહિને 5 થી 10 હજાર રૂપિયા ઉઘરાવતો હતો નાના વેપારીઓ ધંધો કરવા માટે પોલીસ પાસે પણ જતા ડરતા અને મૂંગા મોઢે પૈસા આપતા હતા. 44 ગુનાઓમાં સંડોવણી:
4 વખત પાસા, 1 વાર તડીપાર
ઇભલો એ ડિવિઝન, બી ડિવિઝન, પ્રનગર, મોરબીમાં લૂંટ, ધાડ, હત્યાની કોશિષ, ગેરકાયદેસર હથિયાર, મારામારી, ફરજમાં રુકાવટ, ખંડણી, પ્રોહિબિશન, જુગાર સહિતના 44 ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે આ ઉપરાંત વિવિધ ગુનાઓમાં સુરત જેલમાં બે વાર, વડોદરા જેલમાં એક વાર અને અમદાવાદ જેલમાં એક વાર એમ કુલ ચાર વખત પાસાની યાત્રા કરી ચુક્યો છે અને એક વખત તડીપાર પણ કરવામાં આવ્યો હતો ઇભલો પેન્ટમાં પીપી કરી ગયો
ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોંડલ ચોકડી પાસેથી દબોચી લીધા બાદ પોતાને હવે પોલીસ બરાબરનો મેથીપાક ચખાડશે તેવી બીકે સરઘસ કાઢવા લઇ ગયા પૂર્વે જ ડીસીબીની ઓફિસમાં પેન્ટમાં પીપી કરી ગયો હતો. પોલીસ પાસે મગરમચ્છના આંસુ સારતો ઇભલો
ખંડણીના ગુનામાં નાસતા ફરતા ઇભલાને પકડી લીધા બાદ પોતે આ અંગે કઈ જાણતો નહિ હોવાનું કહી રડી પડ્યો હતો 44 ગુનાઓને અંજામ આપ્યા પછી પોતે મગરમચ્છના આંસુ સારતો નજરે પડ્યો હતો