આધ્યાત્મિક ગુરુ દાદા વાસવાણીનું પૂણેમાં

પૂના તા.12
વિશ્ર્વ વિખ્યાત આધ્યાત્મિક ગુરુ દાદા વાસવાણીનું 99 વર્ષની વયે અવસાન થયું છે. 12 જુલાઈ ગુરૂવારના રોજ તેમણે છેલ્લા શ્ર્વાસ લીધા. તેઓ સાધુ વાસવાણી મિશનના પ્રમુખ હતા. શાકાહાર અને પશુ અધિકારોને પ્રોત્સાહન આપનાર તેમજ બિનસાંપ્રદાયિક આધ્યાત્મિક ગુરૂના રૂપમાં દુનિયા તેમને જાણતી હતી. વાસવાણીએ 150થી વધુ પુસ્તકો લખ્યા છે.
દાદા વાસવાણીનું પૂરું નામ જશન પહલરાજ વાસવાણી હતું. તેમનો જન્મ 2 ઓગસ્ટ, 1918ના રોજ હૈદરાબાદમાં થયો હતો. તેઓ જે સંસ્થાના પ્રમુખ હતા, તેની સ્થાપના તેમના ગુરૂ સાધુ ટી.એલ. વાસવાણીએ કરી હતી. મહારાષ્ટ્રના પુણેમાં મિશનના મુખ્યાલય ઉપરાંત દેશભરમાં તેના કેન્દ્રો ફેલાયેલા છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના 99મા જન્મદિવસ પર વીડિયો કોન્ફરન્સ કરીને લોકોને સંબોધિત કર્યા હતા. કોટિ-કોટિ શિષ્યોના આદર્શ એવા દાદા વાસવાનીનો નશ્ર્વર દેહ પૂણે (મહારાષ્ટ્ર)ના સાધુ વાસવાની મિશનમાં
(અનુસંધાન પાના નં.10)
રાખવામાં આવ્યો છે. દાદા શાકાહારને પ્રોત્સાહન આપવાની અને પશુઓને સંરક્ષણ આપવાની ચળવળ ચલાવી રહ્યા હતા. તેઓએ આજે સવારે 9:00 વાગ્યે અંતિમ શ્ર્વાસ લીધા હતા.
દાદા વાસવાણીનું અસલી નામ જશ્ન પહલરાજ વાસવાની (જે.પી.વાસવાની) હતું. તેઓનો જન્મ હૈદરાબાદમાં 2 ઓગસ્ટ 1918ના રોજ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાદાના 99માં જન્મદિને વીડિયો કોન્ફરન્સ મારફત શુભકામના પાઠવી હતી. દાદા વાસવાની કુલ 7 ભાઈ-બહેનો હતા. જેમાં 3 બહેનો અને 4 ભાઈઓનો સમાવેશ થાય છે. તેઓના પિતા હૈદરાબાદમાં એક સ્કૂલમાં શિક્ષક હતા.
તેઓ જે સંસ્થાના પ્રમુખ હતા, તેથી સ્થાપના તેઓના ગુરૂ સાધુ ટી.એલ.વાસવાનીએ કરી હતી. મહારાષ્ટ્રમાં પૂણેમાં મિશનના મુખ્યાલય ઉપરાંત દેશ-દુનિયાભરમાં તેઓના કેન્દ્રો કાર્યરત છે. ગૈર-સંપ્રદાયી આધ્યાત્મિક ગુરૂના સ્વરૂપે તેઓ વિશ્ર્વભરમાં વિખ્યાત હતા.