સેન્સેક્સ-નિફ્ટીની છલાંગ, નવો હાઇ બનાવ્યો


રાજકોટ તા.1ર
વૈશ્ર્વિક સ્તરે શરૂ થયેલી ટ્રેડવોર વચ્ચે ભારતીય શેરબજારે ફરી એક વખત ઓલટાઇમ હાઇ નોંધાવતા રોકાણકારોએ સુખદ આશ્ર્ચર્ય અનુભવ્યું છે. ફેબ્રુઆરી બાદ આજે સવારે ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ નવો હાઇ બનાવ્યો હતો. સેન્સેકસે 300 પોઇન્ટ અને નિફટી 8પ પોઇન્ટ ઉંચે ખુલતા બજારમાં નવી ઉંચી સપાટી નોંધાઇ હતી. બેંક નિફટી પણ ર70 પોઇન્ટ, સ્મોલ કેપ 11પ પોઇન્ટ અને મિડકેપ ઇન્ડેકસ 110 પોઇન્ટ ઉંચે ખુલ્યા હતા.
આજે સતત ત્રીજા દિવસે બજારમાં તેજી જળવાઇ રહેતા સેન્સેકસ 365 ઉપર ખુલ્યો હતો. ગઇકાલે 36266 અંકે બંધ રહેલો સેન્સેકસે આજે પ્રારંભથી જ રપ0 પોઇન્ટના ગેઇપ સાથે ખુલ્યો હતો. આજ રીતે નિફટી પણ 7પ પોઇન્ટનો ગેઇપ સાથે
(અનુસંધાન પાના નં.10)
ખુલતા નવો 110ર8નો હાઇ લગાવ્યો હતો. બપોરે અઢી વાગ્યે પણ શેરબજારમાં તેજી જળવાઇ રહી હતી અને સેન્સેક્સ 300 પોઇન્ટ તથા નિફ્ટી 85 પોઇન્ટ ઉપર ટ્રેડ કરી રહ્યા હતા.
આજે વૈશ્ર્વિક બજારોમાં પણ ભારે તેજી જોવા મળી હતી જેના પગલે ભારતીય બજારને બુસ્ટ મળ્યું હતું. જાપાનનો નિક્કી 1.31 ટકા, હોંગકોંગનો હેંગસેંગ પોણો ટકા, સિંગાપોર નિફટી પોણો ટકો અને સ્ટેટ ટાઇમમાં 3.37 ટકા તેજી જોવા મળી હતી.
ભારતીય શેરબજારની સૌથી મોટી કંપની ટીસીએસમાં ગઇકાલે 6 ટકાની તેજી નોંધાયા બાદ આજે રીલાયન્સ એચડીએફસી તથા એચડીએસી બેંક, હીરો મોટો, બજાજ ઓટો, એચયુએલ, આઇસીઆઇસીઆઇ, એસબીઆઇ, એકસીસ બેંક જેવા હેવીવેઇટ શેરોમાં તેજી જોવા મળી હતી તો ઇન્ફોસીસ અને ટીસીએસ વિપ્રો સહિતનાં હેવીવેઇટ આઇટી શેરોમાં સામાન્ય નરમાઇ જોવા મળતી હતી.
શેરબજારમાં બેકીંગ, ફાઇનાન્સ, ઓઇલ એન્ડ ગેસ, ઓટો મોબાઇલ, મેટલ સહિતનાં સેકટરમાં તેજી જોવા મળતી હતી.