કેરળમાં શાસક CPI(M) રામાયણ-માસ મનાવશે

નવી દિલ્હી તા.12
કેરળમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પછી હવે સત્તાધારી પક્ષ સીપીઆઈ (એમ) આ વર્ષે રામાયણ મહીનો ઉજવવાનું શરૂ કરવા જઈ રહી છે. હકીકતમાં 17મી જલાઈથી પરંપરાગતરૂપે મલયાલમ મહીનો કારકીડકમ મનાય છે. આ મહીનો 17 જુલાઈથી શરૂ થાય છે.
આ દરમિયાન મોટાં ભાગના હિંદૂ ઘરમાં ભગવનાન રામની પૌરાણિક કથાઓ સંભળાવવામાં આવે છે. માન્યતા અનુસાર એનાથી ગરીબી અને ભારે વરસાદને પગલે થનારી બીમારીઓ દૂર થાય છે. તેને જોતા સીપીઆઈ(એમ)આ પૂરો મહીનો રામાયણની વ્યાખ્યા અને પાઠની યોજના બનાવી છે.
એ માટે 15 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી કેરલના તમામ 14 જિલ્લાઓમાં સંસ્કૃત સંગમ સંસ્થાના સભ્ય રામાયણ પર લેક્ચર આયોજિત કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે
(અનુસંધાન પાના નં.10)
આ આયોજન દ્વારા સીપીએમ પોતાની છબી બદલવાની કોશિશ કરી રહી છે. જેના પર નાસ્તિક હોવાનો આરોપ લગાવવામાં આવે છે.
ઉલ્લેખનિય છે કે સંસ્કૃત સંગમ પાછલા વર્ષે આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં સંસ્કૃત ભાષા માટે લગાવને જોતાં શિક્ષણવિદ અને ઈતિહાસવિદોને શામેલ કરવામાં આવ્યા છે. સીપીઆઈ(એમ)ના સ્ટેટ કમિટીના સભ્ય શિવદાસને કહ્યું કે પાર્ટીના સ્ટેન્ડમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. અમે સંસ્કૃત સંગમની અનેક ગતિવિધિઓમાં સહયોગ કરીશું જે એક સેક્યુલર અને પ્રોગ્રેસિવ ફોરમ છે. આરએસએસે સંસ્કૃત અને પુરાણોની ખોટી વ્યાખ્યા કરી તેમણે આગળ કહ્યું કે સંઘ પરિવાર દળો દ્વારા સંસ્કૃત અને પુરાણોને લઈને ફેલાવામાં આવેલા ખોટાં અનુમાનના વિરોધમાં કઠિન પરિશ્રમ કરી રહ્યાં છે. શિવદાસનને પક્ષ તરફથી આ મિશનનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે. તેમણે આગળ કહ્યું કે સંસ્કૃત સંગમને સીપીએમ સાથે લેવા દેવા નથી. આ કોઈ મુ્ખ્યધારાની સંસ્થા નથી.
તો સંસ્કૃત સંગમના રાજ્ય સંયોજક ટી તિલકરાજે જણાવ્યું કે મહીના ભર ચાલનારા લેક્ચર દ્વારા લોકોની વચ્ચે અસલી રામ અને અસલી રામાયણને લાવવામાં આવશે. એ માટે પ્રસિદ્ધ વક્તાઓની મદદ લેવામાં આવશે. જેમણે તમામ જિલ્લામાં લોકોને સંબોધિત કરવા માટે પૂરું રિસર્ચ કરી લીધું છે. આ તમામ ધર્મનિરપેક્ષ લોકોની સમક્ષ ઐતહાસિક પરિપેક્ષ્યવાળી રામાયણની વ્યાખ્યા કરશે.