મહુવાના પૂર્વ ધારાસભ્ય ડો. કલસરીયા કોંગ્રેસમાં જોડાયા

ભાવનગર તા,12
ભાવનગર જીલ્લાનાં ભાજપના પૂર્વ ધારાસભ્ય ડો. કનુભાઇ કલસરીયા કોંગ્રેસમાં જોડાયા છે.
ભાવનગરના મહુવામાં પૂર્વધારાસભ્ય ડો.કનુભાઇ કલસરીયાએ ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને તેમાંથી નિષ્ક્રિય થયા બાદ સદભાવના પાર્ટી શરુ કરી હતી. અંતે ડો.કલસરીયાએ કોંગ્રેસમાં વિધિવત પ્રવેશ કર્યો છે.
દિલ્હી ખાતે રાહુલ સાથે મુલાકાત બાદ ડો.કનુભાઇ કલસરીયા કોંગ્રેસમાં જોડાયા છે. રાહુલ ગાંધીના ભાવનગર જીલ્લના પ્રવાસ પહેલા જ મહુવા પંથકના સેવાભાવી તબીબ અને ગ્રામ્યજનોમાં ચારી ચાહના ધરાવતા ડો.કનુભાઇ કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસ જીલ્લામાં મજબુત બની છે.