વાત હોય જીવદયાની કે સદકાર્યની ગુજરાત મિરર કરશે તમારી કદર

રાજકોટ : પરીવર્તનનું પ્રતિબિંબ એ વિચારને લઇને ગુજરાત મિરર એક વર્ષની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. પોઝીટીવ ન્યુઝને મહત્વ તથા પ્રેરણાદાયી વાતોને લોકો સુધી પહોચાડવાનું ગુજરાત મિરરનું ધ્યેય છે. આપ સહુની આસપાસ પણ આવી અનેક ઘટનાઓ બનતી હશે. કોઇની મદદનું કાર્ય હોય, સેવા કે સત્કાર્યની વાત હોય, જીવદયા કે કરૂણાની વાત હોય એવા દરેક પ્રવૃતિ કે બનાવ તમારી આસપાસ બનતા હોય કે એવી પ્રવૃતિ તમે કરતા હો તો તેની માહિતી અમને મોકલી શકો છો.
વાચકમિત્રો ! ન્યાય, નીતિ, સદાચાર, કુટુંબપ્રેમ, માનવતાને અજવાળતા સત્ય પોઝીટીવ ન્યુઝ અમને મોકલવા દ્વારા સમાજના અને રાષ્ટ્રના વાતાવરણને તંદુરસ્ત બનાવવાના મહાયજ્ઞમાં આપના સહકારની અપેક્ષા છે. ફોટોગ્રાફસ સાથે તમારુ નામ, શહેર, પ્રવૃતિ સાથે માહિતી વગેરે અમને મોકલો વોટસએપથી મોકલવા માટે અમારો નંબર છે 89800 52020 અમારુ ઇમેઇલ આઇડી છે
લીષફફિળિંશિજ્ઞિમિફશહુલળફશહ.ભજ્ઞળ વિગત મોકલતા પોઝીટીવ પ્રતિબિંબ લખવાનું ભુલના નહીં.
શરીરને આત્માથી ભિન્ન કદાચ પછી માનશો તોય ચાલશે પણ શરીર આત્માને માટે સતકાર્ય કરતું રહે એ વિવેક તો આજે જ
કેળવવો પડશે.