રૈયાધારના લાભાર્થીઓને બિલ્ડર દ્વારા ધમકી


રાજકોટ તા,11
રૈયાધારના લાભાર્થીઓ અને કોંગ્રેસ દ્વારા આજરોજ રજૂઆત થઈ છે કે બિલ્ડરો દ્વારા લાભાર્થીઓને ધાક ધમકી આપવામાં આવી રહી છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનું નામ વટાવવામાં આવી રહ્યુ છે.
વિપક્ષના નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યુ કે આજરોજ ફરીથી રૈયાધારના લાભાર્થીઓ કમીશ્નરને મળવા માટે આવેલ અને બિલ્ડર દ્વારા તેના માણસો અમને ધમકી આપે છે કે આ બિલ્ડરના ભાગીદાર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ છે તમારા કમીશ્ર્નર અમારી ઉપર કોઈજ એકશન લઈ શકે તેમ નથી હજુ એ રીપોર્ટ કમીશ્ર્નર પાસે નથી પહોંચ્યો કે નથી વિરોધ પક્ષ નેતા પાસે પહોંચ્યો તે પહેલા બિલ્ડરના લોકો કહેવા માડ્યા છે.
કમિશ્ર્નરે ખાત્રી આપી છે કે આની તપાસ થશે તો અમારી માગણી પણ છે કે લાભાર્થીઓને ભાડામાં વધારો કરી આપે અને જલ્દીથી મકાનો સોંપાઈ તેમજ સમય મર્યાદા પુરી થઈ ગઈ છે તો તેની ઉપર પેન્લ્ટી વસુલ કરે.
દુકાનો જે-તે સમયે 8 હતી તેની જગ્યાએ 24 દુકાનો બનાવી વેચવાનો પ્લાન હોય તેવું પ્રથમ દ્રષ્ટીએ દેખાય છે. પાર્કિંગ પણ નાનુ થઈ જાય છે પ્રાથમિક સુવિધાઓ આપવાની વાત હતી પણ ઉડી ગઈ હોય તેવું દેખાય છે.