સતનામ સોસાયટીમાં જુગાર રમતી 10 મહિલા 1.19 લાખની રોકડ સાથે ઝડપાઇ

રાજકોટ તા.11
રાજકોટ શહેરમાં દારૂ જુગારનું દુષણ ડામવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે તાલુકા પોલીસે 10 મહિલાઓને જુગાર રમતા ઝડપી લઇ 1.19 લાખની રોકડ કબ્જે કરી હતી આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચે વાડીમાં અને એ ડિવિઝન પોલીસે ઓફિસમાં દરોડો પાડી 11 શકુનિઓને જુગાર રમતા ઝડપી લઇ 1.27 લાખનો મુદામાલ કબ્જે લીધો હતો
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોતની સૂચનાથી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ વી એસ વણઝારાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન ડી ડામોર, તોરલબહેન સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ખાવાનગીરાહે હકીકત મળી હતી કે 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલ સતનામ સોસાયટીમાં ભીમસંગભાઇ ભોજાભાઈ આહિરના મકાનમાં જુગારધામ ચાલે છે આ બાતમી આધારે દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા હીનાબેન મયુરસિંહ જેઠવા, આરતીબા વજેસિંહ રહેવર, દક્ષાબેન હિતેષભાઇ દવે, માધવીબેન રાજુભાઈ પરમાર, શાંતિબેન લખમણભાઇ આડેસરા, દિવ્યાબેન વિજયભાઈ દેવડા, શોભનાબેન અનિલભાઈ નથવાણી, નયનાબેન વનરાજસિંહ સરવૈયા, સરોજબેન વિજયભાઈ સોનરાત અને ખુશબુબેન અમિતભાઇ દલવીને રંગેહાથ ઝડપી લીધા હતા પોલીસે ત્યાંથી 1,19,010ની રોકડ કબ્જે કરી હતી
આ ઉપરાંત ડીસીબીના પીઆઇ એચ એમ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ બી ત્રિવેદીએ સામતભાઇ ગઢવી, હરદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજાની બાતમી આધારે હિતેન્દ્રસિંહ ઝાલા, ચેતનસિંહ ચુડાસમા, શોકતખાન સિપાઈ સહિતના સ્ટાફે આજી ડેમ નજીક વેલનાથપરામાં ભડિયા વિસ્તારમાં વાડીમાં દરોડો પાડી જગુઆર રમતા વિજય સવજીભાઈ ઠુમ્મર, જયંતીભાઈ ભવાનભાઈ ટીલાળા, રણજિત કાનજીભાઈ વાઢેર, અર્જન ઉર્ફે અજિત દેવાયતભાઈ હેરભા, સંજય દિનેશભાઇ મોદી અને મોહન જગમાલભાઇ છૈયાંને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઇ રોકડા 55,400 કબ્જે લીધા હતા જયારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ સોનારાની રાહબરીમાં પીએસઆઇ એસ વી શાખરા, કે એ જાડેજા, એસ એન જાડેજા, ભરતસિંહ ગોહિલ, ભાવેશભાઈ વસવેલીયા, ઇંદ્રજીતસિંહ જાડેજા, હારૂનભાઇ ચાનીયા, નરેશકુમાર ઝાલા, જગદીશભાઈ વાંક, ક્રિપાલસિંહ ઝાલા, હાર્દિકસિંહ પરમાર , શૈલેષભાઇ ખીહડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા તથા કરણભાઇ સહિતના સ્ટાફે બાતમી આધારે સહકાર મેઈન રોડ ઉપર આવેલ દામજી મેપા પ્લોટમાં રહેતા અને રાજપૂતપરામાં ખોડિયાર ચેમ્બરમાં ઓફિસ નંબર 20 ધરાવતા ભાવેશ પ્રભુદાસભાઇ મકાણીની ઓફિસમાં દરોડો પાડી ઓફિસ માલીક ભાવેશ મકાણી, હિરેન રસિકભાઈ મકવાણા, રાજેશ રમેશભાઈ ભટ્ટી, શૈલેષપરી પ્રભાતપરી ગોસ્વામી અને રણજિત દેવાયતભાઈ દાસોટીયાને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા પોલીસે રોકડા 47,200 અને 6 મોબાઈલ સહીત 72,200 રૂપિયાનો મુદામાલ કબ્જે લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી