ધ્રાંગધ્રા યાર્ડના ચેરમેનની ચેક રિટર્ન કેસમાં ધરપકડ

ધ્રાંગધ્રા તા.11
ધ્રાગધ્રા યાર્ડના ચેરમેન દ્વારા જમીન ખરીદીના ચેકરીટઁન કેસમા ધરપકડ વોરંટ ઇશ્યુ થતા પોલીસે તેમની ધરપકડ કરી હતી.
ધ્રાગધ્રા યાર્ડના ચેરમેન મહેશભાઇ પટેલ દહેગામવાળા દ્વારા તેઓના જ યાર્ડના સાથી ડીરેક્ટર વાઘજીભાઇ પટેલને જમીન લે-વેચ મામલે 17 લાખનો ચેક આપવામા આવ્યો હતો. જે ચેક વિજયા બેંકનો હોય અને ગત તા:- 17/3/2016ના રોજ આપેલ હોય પરંતુ આ ચેક વટાવતા ચેક રીટઁનની ફરીયાદ દાખલ થઇ હતી. જે ચેક રીટઁનના કેસમા તારીખ સમયે મહેશ પટેલ હાજર નહિ રહેતા ન્યાયાલય દ્વારા તેઓના વિરુધ્ધ ધરપકડનુ વોરંટ ઇશ્યુ કરવામા આવ્યુ હતુ જોકે યાર્ડના ચેરમેન મહેશ પટેલ વિરુધ્ધ ધરપકડ વોરંટ નિકળતા સમગ્ર જીલ્લાના રાજકારણમા ચચાઁનો વિષય શરુ થયો છે જ્યારે હાલ તો ધરપકડ વોરંટ ઇશ્યુના મામલે યાર્ડના ચેરમેન મહેશ પટેલ કઇ પણ કહેવાનુ ટાળતા પોતે ભુગઁભમા ઉતરી ગયા હોય તેવુ જણાઇ આવ્યુ છે. ત્યારે મહેશ પટેલ યાર્ડના ચેરમેનની સાથે ધ્રાગધ્રા સદાર ગ્રુપમા સારો હોદ્દો પણ ધરાવે છે. જોકે બાદમાં પોલીસે તેમની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કંર્યા છે.