જેસરના ચોક ગામે લાકડીના બે ઘા ઝીંકી યુવાનની હત્યા

ભાવનગર તા.11
સામે જોઇ કાતર કેમ મારે છે? તેમ કહી યુવાને પાડોશી યુવાનનાં માથાનાં ભાગે લાકડીના બે ફટકા ઝીંકી દેતા યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પરીણમ્યો છે.
ખૂનનાં આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જીલ્લામાં જેસર તાલુકાનાં ચોક ગામે રહેતા
હરેશભાઇ ભોપાભાઇ વાળાને તેની બાજુમાં રહેતા યુવાન સુરેશ મનજીભાઇ વાઘેલાએ તું મારી સામે જોઇ કાતર કેમ મારે છે તેમ કહી ઝઘડો કરી ઉશ્કેરાઇ માથાનાં ભાગે લાકડીના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા હરેશભાઇને ભાવનગરની હોસ્પીટલ ખસેડાયેલ જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજ્યું હતું. સામાન્ય બાબતે યુવાનની પાડોશી યુવાને હત્યા કરતા નાના એવા ચોક ગામમાં ચકચાર મચી જવા પામી છે.