પાલીતાણા-બ્રાન્દ્રા ટ્રેનમાં તા.13 જુલાઈથી એક એ.સી.કોચનો વધારો

ભાવનગર, તા. 11
જૈન મંદિરો માટે પ્રખ્યાત અને શ્રદ્ધાળુના આસ્થાના પ્રતિક સમાન પાલીતાણા ખાતે હજારો યાત્રીકો આવતા હોય છે અને વધારે ટ્રેન મારફત પ્રવાસ કરતા હોય છે જેને ધ્યાનમાં રાખી પાલીતાણા-મુંબઈ ટ્રેનમાં એક એસી કોચ વધારવામાં આવશે તેવો નિર્ણય રેલવે વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
ભાવનગર રેલવે ડીવીઝનના કોમર્શીયલ મેનેજર માશૂક અહમદે જણાવ્યું છે કે રેલવેને સુવિધા તબ્બકાવાર વધારવામાં આવે છે. રેલ યાત્રીની સંખ્યા મુજબ તેમાં સુવિધા સ્વરૂપે વધારો કરાય છે. પ્રસિદ્ધ યાત્રાધામ અને જૈનોના પવિત્ર તિર્થ પાલીતાણાથી મુંબઈ જતી અઠવાડીક ટ્રેઈન પાલીતાણા-બાંદ્રા (22935-22936)માં તા.13 જુલાઈ 2018 થી મુંબઈથી એક એરક્ધડીશન કોચ જોડવાનો નિર્ણય લેવાયો છે. ઉપરોકત ટ્રેઈન દર શનિવારે પાલીતાણાથી સાંજે 8-05 વાગે ઉપડી રવિવારે સવારે 10-20 બાંદ્રા પહોંચે છે. બપોરે બાંદ્રાથી શુક્રવારે 3-25 વાગે ઉપડી બીજા દિવસે શનિવારે સવારે 5-30 વાગે પાલીતાણા પહોંચે છે એસી કોચ લાગતા આ ટ્રેઈન 21 ડબાની થશે.