મુંબઇમાં ભારે વરસાદથી આજની દૂરંતો અને કાલની સૌરાષ્ટ્ર મેઈલ રદ

રાજકોટ તા. 11
મુંબઇમાં ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર - ગુજરાત - દિલ્હી - પંજાબ - દક્ષિણની વગેરે રેલ સેવા ઠપ થઇ ગઇ છે. વરસાદને કારણે રેલવે ટ્રેક પાણીમાં ગરક થઇ ગયા છે. મુંબઇની લોકલ ગાડીઓ પણ લગભગ બંધ રહી હતી. સૌરાષ્ટ્રમાં આવતી ગાડીઓ પણ આજે મુંબઇથી રદ કરવામાં આવી હતી. રદ, ટર્મીનેટ અને ડાઇવર્ડ કરાયેલી ગાડીઓની સંખ્યા 75 એ પહોંચી છે. આ વરસાદ આમને આમ ચાલુ રહેશે તો આવતીકાલે પણ મુંબઇ અન્ય રાજયોથી રેલ સેવા માર્ગે વિખૂટું રહે તેવી સંભાવના છે. ગાડીઓ રદ થતા મુસાફરો મુંબઇમાં અટવાઇ ગયા છે. તો સૌરાષ્ટ્ર સહિતની ગાડીઓ જે આજે મુંબઇ પહોંચનાર હતી તે ખુબ મોડી પહોંચી હતી.
(અનુસંધાન પાના નં. 8) આ અંગેની રેલવેમાંથી મળતી વિગત મુંબઇના વરસાદને કારણે વિરાર, નાલાસોપારા, મુંબઇ લોકલ ગાડીઓ (સબરબન નેટવર્ક) ટ્રેક ઉપર પાણી ફરી વળતા સૌરાષ્ટ્ર ગુજરાતની રેલવે સેવા ખોરવાઇ ગઇ છે અને આ કારણે આજની મુંબઇ સેન્ટ્રલ - ઓખાની સૌરાષ્ટ્ર મેલ રદ કરવામાં આવી હતી. રદ ગાડીઓની વિગત નીચે મુજબ છે.
22945 - મુંબઇ -ઓખા - સૌરાષ્ટ્ર મેઇલ, તા. 10-07
19251/19252 - સોમનાથ - ઓખા, તા. 11-07
22946 - ઓખા - મુંબઇ - સૌરાષ્ટ્ર મેઇલ, તા. 12-07
12267 - મુંબઇ - રાજકોટ - દુરંતો, તા. 10-07
12768 - રાજકોટ - મુંબઇ - દુરંતો, તા. 11-07
પાર્ટલી કેન્સલ થયેલ ટ્રેન (ટર્મીનેટ)
19016 - પોરબંદર - મુંબઇ - સૌરાષ્ટ્ર એકસપ્રેસ, સુરત થી ટર્મીનેટ, તા. 10-07
19218 - જામનગર - બાંદ્રા - સૌરષ્ટ્ર જનતા, વિરાર સુુધી જ, દાણુરોડ થી ટર્મીનેટ તા. 10-07
17018 - સિક્ધદ્રાબાદ - રાજકોટ - સિક્ધદ્રાબાદ એકસપ્રેસ, વસઇ સુુધી જ, વસઇ થી ટર્મીનેટ તા. 11-07
રૂટ ફેરવાયા
19577 - તીરૂનવેલી - જામનગર - એકસપ્રેસ, તા. 09-07ની, વાયા જલગાવ
16334- તીવીન્દ્રમ - વેરાવળ - એકસપ્રેસ, તા. 09-07ની, વાયા જલગાવ - સુરત
19567 - તીરૂનવેલી - ઓખા - વિવેક એસપ્રેસ, તા. 10-07ની, વાયા મનમાળ
આમ, વરસાદને કારણે મુંબઇને સાકળતી રેલસેવા ઠપ થઇ ગઇ છે. ઉપરોક ગાડી સહિતની થોકબંધ રદ, ટર્મીનેટ, ડાઇવર્ડ અને રીસેડયુલ કરવામાં આવી છે. પરીણામે મુસાફરો અટવાઇ ગયા છે અને પારાવાર મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ મુસાફરોની વાહરે જુદા જુદા સ્ટેશનો ઉપર સામાજીક સંસ્થાઓ અને સામાજીક અગ્રણી કાર્યકર્તાઓ ખાવા - પીવાની ચીજ વસ્તુઓ લઇને પહોંચી ગયા છે.