બે સપ્તાહમાં શાળાઓને FCRમાં દરખાસ્ત કરવા સુપ્રિમનો હુકમ

રાજકોટ તા.11
રાજ્યમાં ફી નિયમન કાયદાની અમલવારીને આટલો સમય વિત્યા છતાં 1800થી વધારે ખાનગીશાળાઓએ હજુ સુધી ફિ નિયંત્રણ સમિતિમાં દરખાસ્ત નહી કરતા રાજકોટનાં એડવોકેટ દ્વારા સુપ્રિમમાં થયેલ ક્ધટેમ્પ્ટ પિટિશન પર સુનાવણી કરતા કોર્ટે આજે રાજ્યની તમામ શાળાઓને બે અઠવાડિયામાં સમિતિ સમક્ષ દરખાસ્ત કરવા હુકમ કર્યો છે. રાજ્ય સરકારને પણ બે અઠવાડિયામાં રિપોર્ટ આપવા આદેશ થયો છે.
રાજ્ય સરકાર દ્વારા ફી નિયંત્રણ અંગે દરેક શાળાઓને પરિપત્ર દ્વારા ફરજિયાત દરખાસ્ત કરવા સુચના આપવા આદેશ કર્યો છે, અને તમામ કાર્યવાહીનો રિપોર્ટ બે અઠવાડિયામાં સોંપવા આદેશ થતા રાજ્યની તમામ મોટી અને નિયમોની ઐસીતૈસી કરતી સ્કૂલોને સાણસામા લીધી હતી.
સુપ્રિમે સ્પષ્ટ કહ્યું કે ઈતર ફ્રી માટે વાલીઓ પર જો હવે કોઈપણ સ્કૂલે દબાણ કર્યું તો તેની ખેર નથી.
રાજ્ય સરકાર દ્વારા સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો માટે ફી નિયમન સમિતિની રચના થયા બાદ રાજ્યની 1800થી વધારે શાળાઓએ કાયદાની ઐસીતૈસી કરીને સમિતિ સમક્ષ ફી નિયમનની દરખાસ્ત નહીં કરતા રાજકોટના એડવોકેટ સંજય પંડ્યાએ ગઈકાલે સુપ્રિમ કોર્ટમાં ક્ધટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી.
(અનુસંધાન પાના નં. 10)
રાજકોટની મોટી અને નાની સ્કૂલો ઉપરાંત રાજ્યની અનેક શાળાઓએ સરકારના કાયદાની અનદેખી કરતા ફી વધારા મુદ્દે રાજદીપસિંહ જાડેજા, નીતિન ભંડેરી, મુકેશ ચાવડા સહિતના અગ્રણીઓએ કાનૂની લડાઈ શરૂ કરી છે ત્યારે સુપ્રિમે આજરોજ રાજ્યની બાકીની તમામ સ્કૂલોને ફી નિયમન અંગે દરખાસ્ત કરવા બે અઠવાડિયાનો સમય આપ્યો છે.
સુપ્રિમમાં ક્ધટેમ્પ્ટ અરજીમાં જે સ્કૂલો વિરૂધ્ધ પિટિશન થઈ હતી તેમાં મોદી સ્કૂલ, ધોળકિયા સ્કૂલ, એસ.એન.કે. સ્કૂલ, ક્રિષ્ના સ્કૂલ, પાઠક સ્કૂલ, નેસ્ટ સ્કૂલનો સમાવેશ થાય છે. પિટિશનમાં જણાવ્યું હતુ કે સુપ્રિમકોર્ટ દ્વારા 1 ફેબ્રુઆરી 2018ના રોજ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો માટે ફીનું માળખુ જાહેર કરી દેવાયા છતાં ઉપરોકત સ્કૂલો દ્વારા નકકી ફી કરતા અનેકગણી ફી વસુલી સુપ્રિમનાં આદેશનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે. અરજદારના પુત્રની ફીની પહોંચ પૂરાવામાં અપાઈ સુપ્રિમમાં પિટિશન દાખલ કરનાર વકીલ સંજય પંડ્યાનો પુત્ર શિવમ મોદી સ્કૂલમાં અભ્યાસ કરે છે. ક્ધટેમ્પ્ટ પિટિશનમાં અરજદારોએ સ્કૂલ દ્વારા વસુલ કરાયેલી ફીની પાકી પહોંચ પુરાવાઓ તરીકે રજુ કરી હતી. જે સુપ્રિમનાં આદેશ અને રાજ્ય સરકારના કાયદાથી અનેક ગણી વધારે છે. સ્કૂલ દ્વારા આ રીતે કાયદાનો ભંગ અને સુપ્રિમના આદેશનું ઉલ્લંઘન થતુ હોવાનું જણાવી યોગ્ય કરવા અરજી થઈ હતી. સુપ્રિમ કોર્ટે શું કહ્યું ?
ક્ષ સ્કૂલો બે અઠવાડિયામાં દરખાસ્ત કરે
ક્ષ સરકાર પરિપત્રથી સ્કૂલોને જાણ કરે
ક્ષ પ્રસ્તાવબાદ રાજ્ય સરકાર રિપોર્ટ કરે
ક્ષ જરૂરી - બીન જરૂરી ફી અંગે સરકાર સ્પષ્ટતા કરે
ક્ષ ઘોડે સવારી, સ્વીમીંગની ફી ફરજિયાત ગણી ન શકાય
ક્ષ ટ્રાન્સપોર્ટની ફી પણ અનિવાર્ય ન ગણી શકાય
ક્ષ ઈત્તર ફીનું લીસ્ટ સરકાર આપે
ક્ષ ઈત્તર ફી માટે દબાણ કર્યું તો ખેર નથી