RSSથી મોદી વાયા રાહુલ ગાંધી: આજથી 10 દિવસ સૌરાષ્ટ્ર પર રાજકીય આંધી!

રાજકોટ તા.11
રાજકોટ - સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનો ગૃહકલેશ અને રાજ્યસ્તરે ભાજપમાં પણ અફવાઓની આંધી પ્રવર્તી રહ્યા છે ત્યારે આજથી 10 દિવસ ગુજરાત પર જાણે રાજકીય વાદળો મંડરાતા રહેવાના છે!
રાજ્યમાં હજુ સાર્વત્રિક વરસાદના વરતારા સાચા પડ્યા નથી પરંતુ 11મીથી 20મી સુધી આરએસએસ, કોંગ્રેસ અને ભાજપના ટોચના નેતાઓ ગુજરાત આવી રહ્યા હોવાના મુદ્દે કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓમાં દોડધામ જોવા મળી રહી છે. 11મીથી સોમનાથમાં
(અનુસંધાન પાના નં. 10)
મળનારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીથી આરંભ થશે અને અંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાવશે. આ બંનેની વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી તારીખ 11 જુલાઈથી 18 જુલાઈ દરમિયાન સોમનાથ ખાતે સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણી મળશે. આ બેઠક સંઘના વડા મોહન ભાગવતની આગેવાનીમાં યોજાશે, જેમાં દેશભરના સંઘના પૂર્ણકાલીન પ્રચારકો, તમામ રાજ્યોના પ્રાંત પ્રચારકો આવશે અને લોકસભા ચૂંટણી પહેલાં મહત્વના પાસાઓની ચર્ચા કરશે. આ પૂર્વે હરિયાણા ખાતે આ પ્રકારની બેઠક મળી હતી. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં ભાજપના પણ કેટલાક લોકો હાજરી આપી શકે છે.
આ ઉપરાંત તારીખ 16-17 જુલાઈ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. લોકસભા ચૂંટણીની રણનીતિના ભાગરૂપે રાહુલ ગાંધી 16-17 જુલાઈ બંને દિવસ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. આ બે દિવસ દરમિયાન તેઓ ખેડૂતો અને કામદારો સાથે ચર્ચા કરશે તથા ભાવનગરના મેથળા બંધારાની મુલાકાત લઇ મેથળા બંધારા ખાતે ખેડૂતો સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત, અલંગ શિપબ્રેકિંગ યાર્ડ, અમરેલીના ધારી જંગલમાં માલધારીઓ સાથે મુલાકાત અને પ્રખ્યાત કથાકાર મોરારિ બાપુ સાથે પણ સંવાદ કરશે. રાહુલ અને ભાગવતની યાત્રા પૂર્ણ થયેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જુલાઈએ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ જૂનાગઢમાં નવનિર્મિત મેડિકલ કોલેજનું લોકાર્પણ કરવાના છે.