ચૂંટણીજંગ-2019; પ્રજાને કેવા ઉમેદવાર જોઇએ છે?

રાજકોટ તા,11
લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપ અને કોંગ્રેસે શરૂ કરી દીધી છે 2019માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કયાં મુદ્દા મહત્વના રહેશે? ભાજપ રામમંદિર, ખેડુતોના દેવામાફી જેવા મુદ્દા મહત્વના બની રહે તેમ છે. જો કોંગ્રેસની વાત કરવામાં આવે તો પેટ્રોલ-ડીઝલનાં વધતા ભાવ, જીએસટી, રોજગાર વગેરે મુદ્દા છે.
ત્યારે વાત જો ગુજરાતની કરવામાં આવે તો ભાજપને અનામતનો મુદ્દો નુકસાન પહોંચાડી શકે તેમ છે આ બધા મુદ્દાઓ ચુંટણીમાં ચાલશે. ત્યારે જોવાનું એ રહ્યું કે આપણો જનપ્રતિનિધિ કેવો હોવો જોઇએ કારણે કે આપણા જિલ્લાનો વિકાસ તેના જ હાથમાં હોય છે.
ત્યારે પ્રજાએ એ પણ જોવું જોઇએ કે ઉમેદવારને પાર્ટીના આધારે નહીં બલ્કી પોતાની છાપના આધારે ચુંટવામાં આવે, ત્યારે દેશની બન્ને મોટી પાર્ટીએ હાલ તો 2019ની લોકસભાની ચૂંટણી માટે ‘મુરતિયા’ શોધવાની કવાયત શરૂ કરી દીધી છે.
લોકસભા ચૂંટણી જંગનું બ્યૂગલ ગુજરાતથી ફુંકવામાં આવશે આજે સોમનાથમાં આરએસએસ વડા મોહન ભાગવત બે દિવસના પ્રવાસે છે તો 16મી જુલાઈએ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી કાઠીયાવાડની ધરતી પર આવી રહ્યા છે. ત્યારબાદ અમીત શાહ અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંતની ભૂમિ સૌરાષ્ટ્રમાંથી ચૂંટણી જંગની શરુઆત કરશે.
2019ની ચૂંટણી જંગ જામી રહયો છે તે પહેલા રાજકારણમાં તડજોડની રાજનીતિ શરુ થઇ ગઇ છે. આયારામ-ગયારામની આવી રહી છે. મૌસમ, કોણ કોને તોડશે તે તો આવનારો સમય જ કહેશે? ત્યારે હાલ તો ગુજરાત અને ભારતમાં તમામ નિર્ણયો ચુંટણીલક્ષી લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
પ્રજાને કેવા ઉમેદવારની જરૂર છે. તે કોઇ પાર્ટી જોતી જ નથી. માત્ર બાહુબલી અથવા તો રૂપિયાવાળા ઉમેદવારને ટિકીટ આપી દેવાની ફેશન ચાલી છે કદાચ 2019માં પણ બરકરાર રહેશે.
ત્યારે શું 2019ની લોકસભાની ચૂંટણીમાં પ્રજાની વચ્ચે રહેનાર ઉમેદવારને ટિકીટ મળશે કે પેરાશુટ કલ્ચર ફાવી
જશે? શું પાર્ટી બદલું ઉમેદવારોના
ભાવ ઉંચકાશે? ત્યારે પ્રજાને શું જોઇએ છે તે હજુ સુધી એક પણ રાજકીય પક્ષ વિચારતી નથી. સારા ઉમેદવારોના બદલે જ્ઞાતિ ઉપર ચૂંટણી 2019ની લડાશે તે વાત ફાઈનલ છે. ભાજપ
રામમંદિર, ખેડુતોને દેવા માફી જેવા મુદ્દા ઉપર વધારે ફોક્સ કરવાનું આયોજન છે, તે ઉપરાંત જીએસટીથી દેશની આર્થિક સ્થિતિ સુધરી મુદ્દાઓ ચૂંટણીમાં ચગશે.
કોંગ્રેસ
પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ, જીએસટીથી વેપારીઓ હજુ પરેશાન, રોજગારી, મગફળી-કપાસના પૂરતા ભાવ ન મળતા પાક વીમા જેવા પ્રશ્ર્નો ઉઠાવાનું આયોજન કરશે? નરેન્દ્ર મોદીની બ્લૂ પ્રિન્ટ તૈયાર, ખેડૂતો મોખરે..?
મોદી સરકારને પ વર્ષ જેટલો સમય વિતી ગયો છે ત્યારે દેશભરમાં સૌથી વધારે આંદોલન ખેડુતોએ કર્યા છે. ત્યારે ખેડુતોને મનાવી લેવા અત્યારથી આયોજનો શરૂ કરવામાં આવ્યા છે, તાજેતરમાં મોદી સરકારે ખેડુતો માટે જાહેરાત કરી હતી કે 14 ઉત્પાદનનો ભાવ વધારી દેવાયો છે. જયારે 2008-2009માં મનમોહન સરકારથી ખેડુતો નારાજ હતા ત્યારે ખેડુતોને રાજી કરી દેતા ફરી સતા મળી હતી. અત્યારે સરકારથી દેશનો ખેડુત નારાજ છે ત્યારે ચૂંટણી પહેલા મોટા-ભાગના નિર્ણય ખેડુત માટેના લેવામાં આવશે તેવી મોદીની એક બ્લુ પ્રિન્ટ તૈયાર થઇ રહી છે. કોંગ્રેસમાં ઉમેદવાર માટે શું ચર્ચા ચાલે છે?
લોકસભાની ચૂંટણીના પડઘમ ચાલુ થઇ ગયા છે ત્યારે કોંગ્રેસને બેઠકોનો દૌર શરૂ થઇ ગયો છે ઉમેદવારો માટે શું માપદંડો હોવા જોઇએ બેઠકમાં કેવી ચર્ચા થાય તે અંગે આધારભૂત સુત્રોએ આપેલી માહિતી મુજબ કોંગ્રેસમાં 26 લોકસભા બેઠકની ચર્ચા ચાલી રહી છે. અનેક દાવેદારો આવ્યા છે, ઉમેદવાર કેવો પસંદ કરાશે તો ઉમેદવાર લોકોમાં લોકપ્રિય હોય, લોકોના કામ કરતા હોય, પ્રજાની મુસીબતોમાં ભાગીદાર બનતો હોય, પાયાના કાર્યકરને તક આપવું વધારે યુવાનોને ટિકીટ આપવાનું નક્કી કરાયું છે. આવી ચર્ચાઓ હાલ પાર્ટીમાં ચાલી રહી છે.
ઉમેદવાર શું મુદ્દો ઉઠાવશે?: ગુજરાતની જનતાની જે માંગણી છે. કપાસના ભાવ મળવા જોઇએ, મગફળીના ભાવ ઉપરાંત પાક વિમો મળવો જોઇએ, બેરોજગારીથી મુક્તિ મળવી જોઇએ, ખેડુતોના પ્રશ્ર્નોને યોગ્ય વાંચા આપી શકે જેવા મુદ્દાને મુખ્ય મુદ્દો બનાવાનું આયોજન પણ કરાયું છે. વિકાસના મુદ્દા કરતા જ્ઞાતિવાદ પર જ લડશે?
પ્રજાને કેવો ઉમેદવાર જોઇએ છે તે વાત રાજકીય પક્ષો બાજુ ઉપર મુકી દેશે. ચૂંટણીના પ્રચારમાં વિકાસના મુદ્દાની જેવી આદર્શ વાતો જ થાય છે જે બેઠકમાં જે જ્ઞાતિની સંખ્યા વધારે હોય તે જ્ઞાતિનાં ઉમેદવારને જ કેમ ફિટ કરી દેવામાં આવે છે. ત્યારે આગામી 2019ની ચૂંટણીમાં રાજકીય પક્ષો ‘જ્ઞાતિવાદ’ ઉપર જ ચૂંટણી લડશે.   ખઙને ફંડ મળે છે તે કેમ વાપરતા નથી?
પ્રજા જ સાંસદને ચુંટીને મોકલે છે ત્યારે તેઓની ફરજ હોય છે કે એક વર્ષમાં મળતું 6 કરોડનું ફંડ વાપરવું, લોકપ્રશ્ર્નો પૂછવા પણ ગુજરાતમાં મોટાભાગનું કામ થયું નથી. મોટાભાગના સાંસદોએ ગ્રાન્ટ નથી વાપરી ત્યારે શું જે લોકો પ્રજાનું ધ્યાન નથી રાખતા તેઓને ફરી ટિકિટ અપાશે.