ફેક ન્યૂઝને આ રીતે પકડશે વોટ્સએપનું નવું ફીચર

વોટ્સએપએ પોતાના પ્લેટફોર્મ પર ફેલાવાઈ રહેલા ફેક ન્યૂઝ અને અફવાઓ પર લગામ લગાવવા માટે કમર કસી લીધી છે. મેસેજિંગ એપ વોટ્સએપ એક નવા ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. આ ફીચરનું નામ જીતાશભશજ્ઞીત કશક્ષસ ઉયયિંભશિંજ્ઞક્ષ ફીચર છે. તેના દ્વારા વોટ્સએપ યૂઝર્સ સ્પેમ લિંક અને શંકાસ્પદ વેબસાઈટ્સ પર ક્લિક કરવાથી અને તેને ફોરવર્ડ કરવાથી બચી શકશે.
હાલ પૂરતું તો તે વોટ્સએપના બીટા વર્ઝન 2.18.204 માટે બહાર પડાયું છે. ભવિષ્યમાં તેને વોટ્સએપના બધા યૂઝર્સ માટે લોન્ચ કરાશે તેવી આશા છે.
ઉલ્લેખનીય છે કે, વોટ્સએપ પર ફેલાવાતી અફવાઓ અને ખોટા સમાચારો બાદ દેશમાં તાજેતરમાં જ બનેલી ઘણી ઘટનાઓને ગંભીરતાથી લેતા સરકારે વોટ્સએપને વોર્નિંગ પણ આપી હતી. આવનારા દિવસોમાં ફેક ન્યૂઝ અને નકલી લિંક્સને આગળ વધતી અટકાવવામાં આ ફીચર ઘણું કામ આવી શકે છે. ચાલો જાણીએ કે આ ફીચર કઈ રીતે કામ કરશે. જીતાશભશજ્ઞીત કશક્ષસ ફીચર આવ્યા બાદ જ્યારે તમારી પાસે કોઈ ફેક ન્યૂઝ લિંક કે કોઈ ખોટી વેબસાઈટનો મેસેજ આવશે અને તમે તેના પર ક્લિક કરશો તો વોટ્સએપ તેનો એક પ્રિવ્યુ બતાવશે. જો લિંક શંકાસ્પદ હશે તો એ લિંક પર લાલ રંગમાં જીતાશભશજ્ઞીત કશક્ષસ લખેલું આવી જશે.
તે પછી પણ જો તમે તેને ઓપન કરશો તો વોટ્સએપ તમને ‘ઝવશત હશક્ષસ ભજ્ઞક્ષફિંશક્ષત ીક્ષીતીફહ ભવફફિભયિંતિ. ઈિંં ળફુ બય િિુંશક્ષલ જ્ઞિં ફાાયફિ ફત ફક્ષજ્ઞવિંયિ તશયિં’ લખેલી એક નોટિસ બતાવશે. આ રીતે તમે કોઈ પણ ફેક લિંકને ઓપન કરવાથી બચી શકશો.