આ વ્યક્તિ 68 સેક્ધડમાં ખાઈ ગયો 50 તીખાં મરચાં !

બિજીંગ, તા.11
ચીનના હુનાન પ્રાંતમાં એક વ્યક્તિ 68 સેક્ધડ્સમાં 50 તીખા મરચાં ચાવી ગયો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનનો હુનાન પ્રાંત મસાલેદાર વસ્તુઓ પ્રત્યે લોકોની પસંદ માટે જાણીતો છે.
અહીં સોમવાર (9 જુલાઈ)એ એક કોમ્પિટિશન રાખવામાં આવી જેમાં મેક્સિકોના જાણીતા ટબેસ્કો પેપર મરચાં રાખવામાં આવ્યા હતા. આ કોમ્પિટિશનમાં ટેંગ શુઆઈહુઈ નામના એક વ્યક્તિએ મરચાં ખાઈ 3 ગ્રામનો એક સિક્કો જીત્યો.
હુનાનમાં આ સ્પર્ધા ગત વર્ષે પણ યોજાઈ હતી પણ આ વખતે વધારે લોકો તેમાં પહોંચ્યા હતા. સ્પર્ધા ડોક્ટર્સની દેખરેખ હેઠળ યોજવામાં આવી. સ્પર્ધકોને અહીં પ્લેટ ભરીને મરચાં આપવામાં આવ્યા હતા.
દરેક સ્પર્ધકને 50-50 મરચાં આપવામાં આવ્યા હતા જેમાં શુઆઈહુઈએ જીત મેળવી. સ્પર્ધા દરમિયાન સ્પર્ધકોને પાણીથી ભરેલા એક પૂલમાં બેસાડવામાં આવ્યા હતા.
આમ તો દુનિયામાં મરચાં ખાવાના શોખીન અને તેનું નામ સાંભળીને જ દૂર ભાગતા લોકોની કોઈ ખોટ નથી પણ ટબેસ્કો પેપર ખૂબ જ તીખાં મરચાં છે.
ટબેસ્કો પેપર મેક્સિકોમાં ઉગે છે અને તેનો ઉપયોગ સોસ તથા ચટણી બનાવવામાં કરવામાં આવે છે. દેખાવમાં આ મરચાં મધ્યમ આકારના હોય છે. મરચાંના શોખીન આ જાતના મરચાંને ખૂબ પસંદ કરે છે. આ મરચાં ખૂબ તીખા હોવાને કારણે મોટાભાગની સ્પર્ધાઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.