ખંભાળીયાના જાણીતા તબીબ ડો.ઠક્કરનો આજે જન્મદિવસ

ખંભાળીયા તા.11
ખંભાળીયાના ખ્યાતનામ તબીબ અને સેવાભાવી સંસ્થાઓ સાથે સંકળાયેલા ડો.રાજેશભાઇ ઠક્કરનો આજે પર મો જન્મદિવસ છે. ખંભાળીયાની સરકારી હોસ્પીટલમાં સેવાઓ આપી ચુકેલા અને હાલ અહીંની ઠક્કર હોસ્પીટલ નામથી તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા ડો.રાજેશભાઇ ઠક્કર તેમના સરળ અને નિખાલસ સ્વભાવના કારણે ડોકટર્સ વર્તુળમાં સારી એવી નામના ધરાવે છે. અહીંના આઇ.એમ.એ.ના પ્રમુખ તરીકે રહી ચુકેલા ડો.રાજેશભાઇ ઠક્કરના ધર્મપત્ની શિલ્પાબેન ઠક્કર પણ સ્ત્રી રોગ નિષ્ણાંત તબીબ તરીકે સારી એવી નામના ધરાવે છે.
ડો.રાજેશ ઠક્કરને શહેરીજનો, મિત્ર વર્તુળ અને ડોકટર્સ દ્વારા તેમના મો.નં.9825750002 પર અભિનંદનની વર્ષા થઇ રહી છે.